જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી

આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર 27/03/2025 થી 7/04/2025 સુધી નોંધણી કરાવી શકાશે.

ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી જરૂરી છે. એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે. તે જ પાક અને જાતનું બિયારણ મળવાનું રહેશે. જેમની અરજી મંજૂર થશે, તેમને અરજીમાં નોંધાયેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ અથવા વિતરણ અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. બિયારણ લેવા માટે ખેડૂતમિત્રોએ સીડ હબ ગોડાઉન (યુનિવર્સિટી ગેટ નંબર-3), બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે જવું પડશે.

ખેડૂત મિત્રોએ કરેલ અરજીના અનુસંધાનમાં, પસંદ કરેલ મગફળી અથવા સોયાબીનની જાતનું બિયારણ તે જાતના જથ્થો ઉપલબ્ધ હોય ત્યાં સુધી, વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મગફળી માટે 10 બેગ (300 કિ.ગ્રા. દોડવા) મળવાપાત્ર થશે. સોયાબીનમાં અરજીદીઠ 5 બેગ (125 કિ.ગ્રા) મળવાપાત્ર થશે. જેમની અરજી મંજૂર થશે, તેવા ખેડૂતમિત્રોને તેમના રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર પર બિયારણના વેચાણ/વિતરણની માહિતી SMS દ્વારા મોકલવામાં આવશે.

રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND સક્રિય હશે તો SMS મળતા નથી. આ માટે, મોબાઈલમાંથી DND સુવિધા દૂર કરવી. ક્યારેક નેટવર્ક સમસ્યા અથવા અન્ય કારણોથી પણ SMS ન મળે. આ સ્થિતિમાં, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in પર મંજૂર થયેલ અરજીઓની યાદી મૂકાશે. જો તમારું નામ યાદીમાં હોય અને SMS ન મળ્યો હોય, તો સૂચિત તારીખે બિયારણ લેવા આવી જવાનું રહેશે. બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in દરરોજ તપાસતા રહેવાનું રહેશે.

Related Posts

Lawyers ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના વકીલો હડતાળ પર ઉતરશે…

ભાડા વિધેયકના વિરોધમાં 5 ઓક્ટોબરથી રાજ્યભરના Lawyersહડતાળ પર ઉતરશે: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો ઠરાવ, કોર્ટ કેમ્પસ બહાર પ્રદર્શન અને દેખાવો -> ભાડા વિધેયક સામે Lawyersનો વિરોધ કેમ? : ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને Lawyers સંગઠનોનો મુખ્ય વાંધો ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા સાથે જોડાયેલો છે. વકીલોના જણાવ્યા મુજબ, અગાઉ ભાડૂત અને મકાનમાલિક વચ્ચેના અનેક વિવાદો ન્યાયિક અદાલતો સમક્ષ આવતા હતા, જ્યારે નવી વ્યવસ્થામાં આવી બાબતોના નિકાલ માટે વહીવટી તંત્રને ભૂમિકા આપવામાં આવી રહી છે.Lawyers સંગઠનોનો દાવો છે કે આ ફેરફારથી ન્યાયિક સત્તાની ભૂમિકા ઘટી શકે છે અને પક્ષકારોને કાનૂની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે. અમદાવાદ સહિતના બાર એસોસિએશનોએ આ જોગવાઈઓ અંગે વાંધા રજૂ કરીને વિધેયકમાં ફેરફાર અથવા જરૂરી સુધારા કરવાની માગ કરી છે. -> બાર કાઉન્સિલ અને…

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો: પૂજારી અને શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે તોડાઇ બારીઓ! Attack 2026

Americaમાં હિન્દુ મંદિર પર હુમલો, બારીઓ તૂટી: પૂજારી સહિત શ્રદ્ધાળુઓ અંદર હાજર હતા; 5 વર્ષમાં 15થી વધુ વખત મંદિરોને ટાર્ગેટ કરાયાનો દાવો -> ઓહાયોના મંદિરમાં બપોરે હુમલો : અહેવાલો મુજબ, ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા રિચમંડ હાઇટ્સના શ્રી સ્વામિનારાયણ વાડતાલધામ મંદિરને આશરે બપોરે 1:30 વાગ્યે નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાખોરો દ્વારા મંદિર તરફ ઈંટો ફેંકવામાં આવી હોવાનો આરોપ છે. તેના કારણે મંદિરની અનેક બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઈમારતને નુકસાન થયું હતું.આ ઘટના સમયે મંદિરની અંદર પૂજારી તથા કેટલાક શ્રદ્ધાળુઓ હાજર હતા. અચાનક થયેલા હુમલાને કારણે મંદિર પરિસરમાં ચિંતા અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજા અંગેની માહિતી સામે આવી નથી. -> CCTV ફૂટેજથી તપાસ : ઘટના બાદ મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *