જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…

Junagadh: ગિરનારની તળેટીમાં ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતી કાલથી પ્રારંભ, પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’ યોજાશે

દેવાધિદેવ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ સાથે જૂનાગઢના પવિત્ર ભવનાથ ગિરનારની તળેટીમાં પરંપરાગત રીતે વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળો’ યોજાશે. આ વર્ષે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો આવતીકાલ તા. 11 ફેબ્રુઆરીથી વિધિવત પ્રારંભ થશે. પાંચ દિવસ યોજાતા આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને દીપાવવા માટે આ વર્ષે પ્રથમવાર ભવ્ય ‘ડમરુ યાત્રા’નું આયોજન કરાયું છે જેમાં, નાયબ મુખ્યમંત્રી પણ સહભાગી થશે. ઇતિહાસમાં પ્રથમવાર સર્વ સમાજની દીકરીઓ કળશ ધારણ કરી સંતોનું સ્વાગત કરશે.…

એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા 195 બસમાં 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે, જાણો વિગત

આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક…

Junagadh :ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ

કૃતાર્થ વૈષ્ણવ, જૂનાગઢ : જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ હતી. જેમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણએ જણાવ્યું હતું કે, સત્ય સામેથી છાત્ર પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. કોઇપણ નવિનત્તમ જ્ઞાન યુનિ.નાં બાળકોને મળી રહે તેજ બોર્ડ ઓફ સ્ટડીઝની ભુમીકા છે. ભારતિય જ્ઞાન પરંપરામાં ઋષિકુળથી સાંપ્રત સમય સુધી શિક્ષણનો આત્મા તો એ જ છે, સત્ય તો એ જ છે, અધ્યાત્મ તો એ જ છે, મૂલ્યો પણ એ જ છે, નૈતિક ખ્યાલો પણ એ જ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એ જ છે, જ્ઞાનની પવિત્રતા પણ એ જ છે, જ્ઞાનની મહત્તા…

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં ગીર જંગલ સફારીની લીધી મુલાકાત, કર્યા સિંહ દર્શન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રી આનંદિત થયા હતા. મુખ્યમંત્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે. વન્ય જીવ દર્શનના 13 રુટ કાર્યરત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને…

જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીનો ભાવભર્યો વિદાય સમારંભ, નવનિયુક્ત તલાટી મંત્રીએ સંભાળ્યો ચાર્જ

માંગરોળ તાલુકાના જુનાકોટડા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીની બદલીને અનુસંધાનરૂપ વિદાય સમારંભ યોજાયો. છેલ્લા અઢી વર્ષથી જુનાકોટડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા માયાબેન બારડને શીલ ગ્રામ પંચાયતમાં બદલી થતાં સ્થાનિકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી. જુના કોટડા સરપંચ રેખાબેન નરસીંગભાઇ ખેર, તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં માયાબેન બારડની સેવા અને કાર્યની પ્રશંસા કરવામાં આવી. સમગ્ર પ્રસંગે તેમના માટે ફુલોના મોમેન્ટ અને ઉજવણીના કાર્યક્રમો આયોજિત કર્યા. આ પ્રસંગે નવનિયુક્ત તલાટી મંત્રી ભાવિકાબેન ખેરને પણ ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત આપવામાં આવ્યું અને તેમણે જુનાકોટડા ગ્રામ પંચાયતનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. સમગ્ર કાર્યક્રમમાં સૌજન્ય, ભાવના અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

Junagadh : માંગરોળ એ.કે હોસ્પિટલ દ્વારા યોજાયો નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ, અનેક દર્દીઓએ લીધો લાભ

પ્રકાશ લાલવાણી, જુનાગઢ / એક તરફ રોગચાળો માથું ઊચકી રહ્યો છે. ત્યારે બીજી તરફ માંગરોળ એ.કે હોસ્પિટલે છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે એ.કે હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન મેગા કેમ્પમાં જનરલ વિભાગમાં ડો. આદમ કાલવાત, સ્ત્રીરોગ વિભાગમાં ડો, મદીહા કાલવાત, બાળરોગ સર્જન ડો. પ્રશાંત શાહ સહીત રાજકોટ જુનાગઢની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ, ચામડીના રોગ, હાડકા વિભાગ, ફેફસા વિભાગ કાન નાક ગળા, કેન્સર વિભાગ જેવા અલગ-અલગ રોગોના ડોક્ટરોએ સેવા આપી હતી. રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા મોટી સંખ્યામાં દર્દીઓને નિશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ શુગર કાર્ડીયોગ્રામ જેવા રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા. A.K હોસ્પિટલના ડો. એ.એચ કાલવાતે જણાવ્યુ કે…

મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત

લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો અનુસાર, ધીરેન કારિયા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારામાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી આરોપી ધીરેન કારિયા સામે મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી એક્ટ તેમજ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટોળકીના સભ્યો…

ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો મેળો મીની કુંભ તરીકે ઉજવવા તૈયારીઓ શરુ

સમસ્ત વિશ્વમાં પ્રખ્યાત ગિરનારના તળેટી વિસ્તારમાં આગામી તા. 11 ફેબ્રુઆરીથી પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો યોજાનાર છે. તેનું આયોજન મીની કુંભ તરીકે કરવામાં આવશે. તે માટે ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મોડી રાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં જિલ્લાક્ષમીઓ, સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા. તડામાર તૈયારીઓ શરૂ જૂનાગઢ વહીવટી તંત્ર છેલ્લા દિવસોથી મેળાને ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી શરૂ કરી છે. ભવનાથ મંદિર અને આસપાસના વિસ્તારોમાં દબાણ દૂર કરવા, પાર્કિંગ ઉપલબ્ધ કરાવવું અને રવેડી રૂટનું આયોજન કરવું તે મુખ્ય કાર્યો છે. જિલ્લામાં જિલ્લા કલેકટર અનીલકુમાર રાણાવસીયાએ સાધુ-સંતો સાથે પણ બેઠક કરી તૈયારીઓને ઝડપ આપી હતી. મીની કુંભ તરીકે આયોજન મીની કુંભ તરીકે આ વર્ષના મહાશિવરાત્રી મેળામાં કલેકટર, કમિશ્નર, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને મહાદેવગીરી બાપુ,…

Junagadh: ભારતી આશ્રમના લઘુમહંત સ્યુસાઈડ નોટ લખી થયા ગુમ, પોલીસે શરૂ કરી તપાસ

એક તરફ જુનાગઢમાં લીલીપરિક્રમાં મોકૂફ રાખવાને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન બીજી તરફ હવે ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થતાં ચકચાર મચ્યો છે. લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે. લઘુમહંત ગુમ થવાની ઘટનાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને મહાદેવભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પોલીસે શરૂ કરી તપાસ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુના નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે સ્યુસાઈડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ…