જૂનાગઢમાં ગેસ પાઇપલાઇનનાં ખોદકામ દરમ્યાન બ્લાસ્ટ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ/ શહેરના ઝાંઝરડા ચોકડી નજીક ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ઘટનાના પગલે અધિકારીઓ પદાધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી પાસે સવારના સમયે JCB દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે અડધો કિલોમીટર દૂર સુધી તેનો અવાજ સાંભળવા મળ્યો હતો. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસે રહેલી ખાણીપીણીની દુકાનોમાં કામ કરી રહેલા અને પસાર થઈ રહેલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત નિપજ્યા છે.

ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ખાણી પીણીની દુકાન ચલાવી રહેલા શૈલેષભાઈ સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા જ્યારે તેમની પત્ની રુપીબેન સોલંકી અને 8 વર્ષની પુત્રી ભક્તિબેન સોલંકી નું મોત નીપજ્યું છે. બીજી તરફ અન્ય એક રાહદારી હરેશભાઈ રાબડીયાનું પણ મોત નીપજ્યું છે . જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત બનતા તેને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઈને પ્રાંત અધિકારી મ્યુનિસિપલ કમિશનર મેયર ધારાસભ્ય ડેપ્યુટી મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી.

વિપક્ષે કરી આ માંગ
જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકા અને જુદી જુદી એજન્સીઓ દ્વારા આડેધડ કરવામાં આવતા ખોદકામ ના કારણે આ મોટી દુર્ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. જ્યારે વિપક્ષે મહાનગરપાલિકા તેમજ ટોરેન્ટ ગેસ એજન્સી સામે પગલા ભરવાની માંગ કરી છે. ઘટનાના પગલે પરિવારજનોએ ન્યાય નહીં મળે તો મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ambaji Mohanthal Prasad Awarded Official GI Tag 2026: જય અંબે! અંબાજીના પ્રસિદ્ધ મોહનથાળની ગરિમા વધી..

Ambajiના મોહનથાળના પ્રસાદને મળ્યો GI ટૅગ, ગુજરાતની ધાર્મિક પરંપરાને મળી સત્તાવાર ઓળખ બનાસકાંઠાના શક્તિપીઠ Ambajiના પ્રસિદ્ધ મોહનથાળના પ્રસાદને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટૅગ મળ્યો છે. ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે મોહનથાળને GI ટૅગ આપવામાં આવ્યો છે. સત્તાવાર રજિસ્ટ્રીના રેકોર્ડ મુજબ આ નોંધણીનું પ્રમાણપત્ર 1 ઓક્ટોબર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નવરાત્રિના પ્રથમ નોરતે, 11 ઓક્ટોબરે અંબાજીના ચાચર ચોકમાં યોજાયેલા સમારોહ દરમિયાન ટ્રસ્ટને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ માન્યતા સાથે Ambajiના મોહનથાળને માત્ર ધાર્મિક પ્રસાદ તરીકે જ નહીં, પરંતુ ચોક્કસ સ્થળ સાથે જોડાયેલી વિશિષ્ટ પરંપરાગત ખાદ્ય ઓળખ તરીકે પણ સત્તાવાર માન્યતા મળી છે. અંબાજી મંદિરના લાખો…

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ… Breakthrough

Dholera સ્માર્ટ સિટીના નામે ₹2,676 કરોડનું કથિત કૌભાંડ! 47 હજારથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડીના આરોપ, EDએ ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી અમદાવાદ: ગુજરાતના Dholera સ્માર્ટ સિટીના નામે પ્લોટિંગ અને ઊંચા વળતરની લાલચ આપીને હજારો રોકાણકારો સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનો મોટો મામલો સામે આવ્યો છે. નેક્સા એવરગ્રીન ગ્રૂપ સામે નોંધાયેલા આ કેસમાં ₹2,676 કરોડના પોંઝી કૌભાંડના આરોપો છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના જયપુર ઝોનલ કાર્યાલયે ₹34.91 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાની માહિતી સામે આવી છે. આરોપ મુજબ, ગ્રૂપે Dholeraસ્માર્ટ સિટીમાં પ્લોટિંગ અને દર અઠવાડિયે 3 ટકા વળતર આપવાની લાલચ આપીને 47 હજારથી વધુ રોકાણકારોને પોતાની યોજનાઓમાં રોકાણ કરવા પ્રેર્યા હતા. EDની કાર્યવાહી હેઠળ અમદાવાદ, Dholera, ધંધૂકા, સીકર અને ગોવા સહિતના વિસ્તારોમાં આવેલી સંપત્તિઓનો સમાવેશ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *