કેમ થઈ રહ્યો છે જીગ્નેશ મેવાણીનો વિરોધ, પોલીસને શું આપી હતી ધમકી

ગુજરાતમાં હાલ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બે દિવસ પહેલા આપેલ એક નિવેદનને લઈ પોલીસ તંત્રમાં ભારે રોષ છે. જેને લઈને લોકોએ પણ પોલીસ તંત્રને ટેકો આપ્યો છે. આ સાથે જ હવે લોકો પણ જીગ્નેશ મેવાણી સામે મેદાને ઉતાર્યા છે. આ વિરોધ વાવ થરાદ, અમરેલી અને હવે કચ્છ સુધી પહોંચ્યો છે. ગઇકાલે પાલનપુરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આ સાથે જ લોકોએ જીગ્નેશ મેવાણી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. અને જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માગે તેવી માંગ કરવામાં આવી હતી. જાણો શું છે મામલો વાવ થરાદમાં આ વિવાદનું મૂળ છે. જીગ્નેશ મેવાણી બે દિવસ પહેલા શિવનગરના લોકો સાથે થરાદ SP કચેરી…