રાજસ્થાન: હાઈવે પર ઊંટ કારની છત તોડી અંદર ઘૂસ્યો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

રાજસ્થાનના હાઈવે પર રાત્રિના સમયે એક અદ્વિતીય અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, પૂરપાટ ઝડપે આગળ વધી રહેલી કારને અચાનક એક મહાકાય ઊંટ ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ઊંટ હવામાં ઉછળીને સીધું કારની છત પર પડી અને છત તોડી અંદર ઘૂસ્યો. આ ભયાનક અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું. કાડવામાં આવ્યું કે ઊંટનું અડધું શરીર કારની અંદર અને અડધું બહાર ફસાયેલું હતું. કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી, અને અંતે જસીબી મશીનની મદદથી ઊંટને બહાર કાઢવામાં આવ્યું. અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે બાળકો સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અંધારામાં હાઈવે પર અચાનક ઊંટ આવી જતાં ડ્રાઈવર વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો હતો. રાજસ્થાન હાઈવે પર રખડતા ઢોર અને ઊંટોને કારણે અવારનવાર અકસ્માતો થતા રહે છે, પરંતુ આ ઘટનાની પ્રકૃતિ અત્યંત દુર્લભ અને ભયાનક હતી. જેસીબી દ્વારા ઊંટને બહાર કાઢતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટના હાઈવે પર રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અને રખડતા પશુઓથી સાવચેત રહેવાની ગંભીર યાદગાર ચેતવણી આપી છે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in