ગાઝામાં ફરી અંધાધૂંધી: હમાસનો ઇઝરાયલી સૈનિકો પર હુમલો, IDFએ વળતો જવાબ આપ્યો

મધ્ય પૂર્વના તણાવભર્યા વાતાવરણમાં એકવાર ફરીથી ગાઝામાં હિંસાની તરંગ ફેલાઈ છે. યુદ્ધવિરામના દાવાઓ વચ્ચે દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)ના સૈનિકો પર ગોળીબાર કર્યો, જેના પરિણામે ઇઝરાયલીએ તાત્કાલિક હવાઈ હુમલાથી જવાબ આપ્યો છે. શું થયું રફાહમાં? IDFના જણાવ્યા મુજબ, હમાસના આતંકવાદીઓ એક ટનલ મારફતે બહાર આવ્યા અને દક્ષિણ ગાઝાના રફાહ વિસ્તારમાં ઇઝરાયલી સૈનિકો પર ગોળીબાર શરૂ કર્યો. જોકે, ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હમાસે આ આરોપોને “ઇઝરાયલનો ખોટો પ્રચાર” ગણાવીને નકારી કાઢ્યા છે. ઇઝરાયલનો જવાબ ઇઝરાયલી ચેનલ 12ના અહેવાલ મુજબ, હુમલા બાદ IDFએ રફાહ અને ગાઝાના અન્ય વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કર્યા. સાથે સાથે, ઇઝરાયલના નૌકાદળે બંદર તરફ ગોળીબાર પણ કર્યો, જોકે IDFએ હજુ આ અંગે ઔપચારિક નિવેદન આપ્યું નથી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની…

ઇઝરાયલનો ગાઝા પર ઘાતક હવાઈ હુમલો, 15 લોકો માર્યા ગયા

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે રવિવારે દક્ષિણ ગાઝાના ખાન યુનિસ અને અન્ય વિસ્તારોમાં ઇઝરાયલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક નાસેર હોસ્પિટલના જણાવ્યા મુજબ, એક જ પરિવારના ચાર સભ્યો (માતા-પિતા અને બે સંતાનો)ની મોત થઈ છે. ગાઝા શહેરના અન્ય વિસ્તારોમાં પણ હુમલાઓ થતા એક પુરુષ અને બાળક મૃત્યુ પામ્યા હતા. બીજી જગ્યાએ થયેલા વિસ્ફોટોમાં વધુ સાત લોકોના મોત થયા છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) મુજબ, તે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે અને નાગરિકોને નુકસાનથી બચાવવાનો પ્રયાસ કરે છે. તેમનું કહેવું છે કે હમાસ નાગરિક વિસ્તારોનો ઉપયોગ ઢાળ તરીકે કરે છે અને તેથી નુકસાન થાય છે. 100 થી વધુ આતંકવાદી…