ટ્રમ્પની બાયઆઉટ ઓફર સ્વીકારી અમેરિકાના 40 હજાર કર્મચારીઓએ લીધો રાજીનામું આપવાનો નિર્ણય

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે, ત્યારથી દેશની અંદર અને બહાર ઉથલપાથલ મચી ગઈ છે. ટ્રમ્પે ફેડરલ સરકારમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ અંતર્ગત, તેમના દ્વારા કર્મચારીઓને આપવામાં આવેલી બાયઆઉટ ઓફર સ્વીકારવામાં આવી છે. ટ્રમ્પની બાયઆઉટ ઓફર સ્વીકારીને, લગભગ 40 હજાર કર્મચારીઓએ રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, ટ્રમ્પ વહીવટીતંત્રે ફેડરલ કર્મચારીઓને બાયઆઉટની ઓફર કરી હતી, એટલે કે, પોતાની નોકરી જાતે છોડી દેવાનો વિકલ્પ. આ માટે 6 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો.   કર્મચારી વિભાગ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં, ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઓફિસમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. આ કર્મચારીઓએ અઠવાડિયામાં 5 દિવસ ઓફિસમાંથી કામ કરવું પડશે. નોકરીમાંથી રાજીનામાના બદલામાં, સંઘીય કર્મચારીઓને આઠ મહિનાનો પગાર અને નિશ્ચિત ભથ્થું…

નિવૃત્તિ પહેલા જ IPS અભય ચુડાસમાનાં રાજીનામાથી અનેક તર્કવિતર્ક

નિવૃત્તિ પહેલા જ ગુજરાત પોલીસના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. અભયસિંહ ચુડાસમા 1999ની બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાની ઓળખ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે IPS અધિકારી ઓક્ટોબર વયનિવૃતિ પહેલાં જ રાજીનામું આપી દીધું છે. IPS અભય ચુડાસમા આગામી ઓક્ટોબર માસમાં નિવૃત્ત થવાના છે ત્યારે વયનિવૃત્તિ પહેલાં જ તેમણે રાજીનામું આપી દીધું છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમા પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. ગુજરાત પોલીસના અનેક મહત્ત્વના કેસ સાથે જોડાયાલા હતા. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ હોય કે અન્ય મહત્ત્વના કેસ તેમણે ઉકેલવામાં મહત્ત્વની જવાબાદરી નિભાવી છે. -> રાજકારણમાં આવશે અધિકારી? :- એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે તેને લઈને અટકળો તેજ થઈ…