IPL 2025: ધોનીની આ સલાહથી શશાંક સિંહને આત્મવિશ્વાસ મળ્યો, પંજાબ કિંગ્સના બેટ્સમેનનો ખુલાસો

પંજાબ કિંગ્સના બેટ્સમેન શશાંક સિંહે IPL 2025ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શશાંકે ગત સિઝનમાં તેની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. અને તે ફરી એકવાર તે જ પ્રદર્શન કરવા માટે તૈયાર હશે. આ દરમિયાન શશાંકે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સલાહથી તેનો આત્મવિશ્વાસ મજબૂત થયો. જેનાથી તેને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ મળી. -> ગત સિઝનમાં પ્રદર્શન મજબૂત હતું :- શશાંકે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 44.25ની એવરેજ અને 164.65ની સ્ટ્રાઈક રેટથી 354 રન બનાવ્યા હતા. તે ગત સિઝનમાં તેની ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જો કે, શશાંકના પંજાબ કિંગ્સ સાથે જોડાવાની વાર્તા રસપ્રદ છે કારણ કે, ફ્રેન્ચાઇઝીએ દાવો કર્યો હતો કે, તેઓ શશાંકના નામ…