રાજકુમાર જાટ મોત મામલો: SP પ્રેમસુખ ડેલુ HC રિપોર્ટ તૈયાર કરશે, જાણો વિગત
ચકચારી રાજકુમાર જાટની અદનવાર્ષક મોત કેસમાં પોલીસ દ્વારા તપાસની ગતિ વધારી દેવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુને આ કેસના મુખ્ય તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે DYSP જે.ડી. પુરોહિત સાથે મળીને કેસ સંબંધિત લોકોને પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. ગણેશ ગોંડલ સહિત 13 લોકોની પૂછપરછ તપાસ દરમિયાન પોલીસ દ્વારા ગણેશ ગોંડલ સહિત કુલ 13 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને તેમના નિવેદનો નોંધાયા છે. તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા આ કેસની હાલની પ્રગતિનો પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે. કાયદાકીય અને નાગરિક દૃષ્ટિકોણ આ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પોલીસ દ્વારા તપાસ કડક અને તટસ્થ રીતે ચાલી રહી છે, જેથી કેસના તમામ પાસાંઓનું સંપૂર્ણ નિરીક્ષણ થાય.…
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી: સુરક્ષા દળોએ મુખ્ય આરોપી ઉમર નબીનું ઘર ઉડાવી દીધું, જાણો વિગત
દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં મુખ્ય આરોપી ગણાતા ડૉ. ઉમર નબીના જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આવેલા ઘર પર સુરક્ષા દળોએ ગઈકાલે મોડી રાત્રે નિયંત્રિત વિસ્ફોટ (Controlled Blast) કરીને તેને નષ્ટ કરી દીધું છે. લાલ કિલ્લા પાસે કાર બોમ્બ બ્લાસ્ટમાં 13નાં મોત 11 નવેમ્બરની રાત્રે દિલ્હીના લાલ કિલ્લા પાસે હ્યુન્ડાઈ i20 કારમાં થયેલા વિસ્ફોટમાં 13 લોકોનાં મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસ મુજબ, કાર ડૉ. ઉમર નબી ચલાવી રહ્યો હતો અને તે જ વિસ્ફોટકોથી ભરેલી કાર ફાટવાથી ઘટનાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. તપાસ દરમિયાન વિસ્ફોટ સ્થળ પરથી મળેલા ડીએનએ સેમ્પલ ઉમરની માતાના ડીએનએ સાથે મેચ થયા બાદ તેની ઓળખ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ. ઉમર…
દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: એન્જિનિયરથી ડૉક્ટર અને મૌલવી સુધી, વ્યાવસાયિકોની આડમાં આતંકવાદી કાવતરું
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે સોમવાર, 10 નવેમ્બરના રોજ I-20 કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં દસ લોકોના મૃત્યુ અને ઘણા લોકો ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્ફોટ કરનાર કાર ડોક્ટર ઓમરે ચલાવી હતી. વિસ્ફોટ પહેલાં જ ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટીના ડૉ. મુઝમ્મિલ અને ડૉ. શાહીનની ધરપકડ કરવામાં આવી હતી. તેમના ભાડાના મકાનોમાંથી લગભગ 3,000 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત થયા હતા. આ ઘટનાથી આગળ વધતાં, એજન્સીઓએ શ્રેણીબદ્ધ ધરપકડો કરી છે. ડૉ. મુઝમ્મિલ ગનાઈ 35 વર્ષીય ડૉ. મુઝમ્મિલ ગનાઈ, જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી, ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં કાર્યરત હતો. ATS અને પોલીસને શંકા છે કે તે આતંકવાદી મોડ્યુલનો મુખ્ય સભ્ય હતો. ધરપકડ બાદ તેના ભાડાના મકાનમાંથી 358 કિલો શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ, ક્રિન્કોવ એસોલ્ટ રાઇફલ, 91 જીવંત ગોળીઓ, કારતૂસ અને બોમ્બ બનાવવા…
ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓ પર મોટો ખુલાસો, ઝેરી કેમિકલ્સને લઇ…….
ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓને લઈને હવે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાની હેન્ડલર ‘અબુ’ એ મુખ્ય આરોપી અહેમદ સૈયદ ને ₹1 લાખ આપ્યા હતા — જે નાણાં સામાન્ય ઉપયોગ માટે નહીં, પરંતુ ઝેર (Ricin) બનાવવા માટેના કેમિકલ્સ ખરીદવા માટે વપરાયા હતા. ATSએ હૈદરાબાદમાં અહેમદ સૈયદના ઘરમાંથી 6 લીટરથી વધુ ઝેરી કેમિકલ જપ્ત કર્યું છે. આ રાઈઝિન પદાર્થ દુનિયાના સૌથી ઘાતક ઝેરોમાંથી એક ગણાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ ઘરમાં જ લેબોરેટરી સેટઅપ બનાવીને ઝેરની પ્રક્રિયા શરૂ કરી હતી. ATS અધિકારીઓનું કહેવું છે કે આ નેટવર્ક કોઈ મોટી આતંકી ઘટનાઓની તૈયારીમાં હતું. કેમિકલના નમૂનાઓને FSL લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે, જેથી તેની જાત અને અસર અંગે વધુ માહિતી મળી…










