Ahmedabad : અમદાવાદમાં પોલીસ ઈન્સ્પેક્ટરોની કરાઈ આતંરિક બદલી, પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 28 પીઆઈની આંતરિક બદલી કરી છે. તેમજ 4 પીઆઈને પોસ્ટિંગ આપવામા આવ્યા છે.અચાનક બદલી થતાની સાથે જ શહેર પોલીસમાં ખળભળાટ મચ્યો છે. છેલ્લા લાંબા સમયથી અમદાવાદમાં પીઆઈઓની બદલી આવશે એવી ચર્ચાએ જોર પકડયું હતુ આખરે બદલીઓ થતા અમદાવાદ શહેરના 28 પોલીસ સ્ટેશનને નવા પીઆઈ મળશે. આ પણ વાંચો :- Dhoraji : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા રામોલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવતા અમદાવાદ પોલીસનું નાક કપાયું હતું. ત્યારે રામોલ પીઆઈ ચૌધરીને કંટ્રોલ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. તો બાપુનગર પીઆઈને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંક બાદ પોલીસ કમિશનર એકશનમાં આવ્યા છે. અને અચાનક બદલીઓ કરી દીધી છે.અન્ય ચાર પોલીસ ઈન્સ્પેકટરોને પોસ્ટિંગ…







