ડિપોર્ટેડ ભારતીયો સાથે પ્લેનમાં અમાનવીય વર્તન, ટોયલેટ જવા માટે પણ નહોતી ખોલી હથકડી

અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જાહેર કરાયેલા 104 ભારતીયોનું પહેલું જૂથ ભારત પરત ફર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં આ વાતની પુષ્ટિ કરી. તે બધા પંજાબના અમૃતસરમાં ઉતર્યા, જેમાં 72 પુરુષો, 19 મહિલાઓ અને 13 બાળકોનો સમાવેશ થાય છે. જોકે, અમેરિકાથી પાછા મોકલવામાં આવેલા ભારતીયો સાથે કરાયેલા અમાનવીય વર્તનની ચર્ચા દેશભરમાં થઇ રહી છે. ઘણા મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવ્યો, અને અપમાનજનક સ્થિતિમાં દેશનિકાલ કરવામાં આવ્યો.. પરત ફરતા મુસાફરોએ મીડિયાને જણાવ્યું કે આખી મુસાફરી દરમિયાન તેમને હાથકડી અને બેડીઓથી બાંધવામાં આવ્યા હતા. લવપ્રીત કૌર જે તેના 10 વર્ષના પુત્ર સાથે પાછી આવી છે. તેમણે કહ્યું કે આખી મુસાફરી દરમિયાન અમને અમારા સ્થળેથી ખસવાની મંજૂરી નહોતી. જ્યારે મુસાફરોએ શૌચાલય જવાની પરવાનગી…