ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

ઇન્ડોનેશિયાના જકાર્તામાં લાગી ભીષણ આગ, 20 લોકોના મોત

હોંગકોંગમાં એક ઈમારતમાં લાગેલી ભયાનક આગમાં 100 થી વધુ લોકોના મોત થયા બાદ, હવે બીજી બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે, ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક ઓફિસ ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે એક મીડિયાના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે થોડીવારમાં જ આગ આખી ઈમારતને ઘેરી લે છે, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા વિસ્તારમાં આગના કારણે રહેવાસીઓ અને કામદારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્ટ્રલ જકાર્તા પોલીસ વડા સુસાત્યો પૂર્ણોમો કોન્ડ્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં પાંચ પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે મૃતકોમાં એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક કોમ્પાસ ટીવી અનુસાર, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો…

ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી. (16 ઇંચ) જેટલું પાણી પડ્યું, જેના કારણે 836 લોકો માર્યા ગયા અને 518 લોકો હજુ પણ ગુમ છે. વિનાશની સૌથી ભયાનક બાબત એ હતી કે હજારો કાપેલા લાકડાના મોટા લોગ્સ પાણી સાથે પહાડ પરથી નીચે આવી ગયા અને ઘરોનો નાશ કર્યો. વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે આ વિનાશનું મુખ્ય કારણ જંગલોનો નાશ છે. વૃક્ષોના અભાવે માટી પાણીને શોષી શકતી નથી અને ઢોળાવ પર ભૂસ્ખલન 10 ગણું વધ્યું છે. છેલ્લા 20 વર્ષમાં સુમાત્રાના 35% થી વધુ જંગલો પામ તેલના વાવેતર અને કાગળ ઉદ્યોગ માટે કાપી નાખવામાં આવ્યા.…

વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના રાષ્ટ્રપતિએ UNમાં કહ્યું ‘ઓમ શાંતિ ઓમ’, આપ્યો આ સંદેશ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇનનો મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો. વિવિધ દેશોના પ્રતિનિધિઓએ ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ અને પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના મુદ્દા પર ચર્ચા કરી. સત્ર દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું ભાષણ પણ ચર્ચાનો વિષય બન્યું. પ્રબોવોએ તેમના ભાષણનું સમાપન “ઓમ શાંતિ ઓમ” સાથે કર્યું. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં વૈશ્વિક શાંતિ, ન્યાય અને સમાન તક માટે હાકલ કરી છે. તેમણે કહ્યું કે ભય, જાતિવાદ, નફરત, જુલમ અને રંગભેદથી પ્રેરિત માનવ મૂર્ખાઈ આપણા સહિયારા ભવિષ્યને જોખમમાં મૂકે છે. પ્રબોવોએ જાહેરાત કરી કે ઇન્ડોનેશિયા ગાઝામાં શાંતિ સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે 20,000 સૈનિકો તૈનાત કરવા તૈયાર છે. પ્રબોવો સુબિયાન્ટોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આજે ઇન્ડોનેશિયા યુએન…