પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ સામે ભારતના પ્રતિસાદ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સેનાને આપી સંપૂર્ણ સ્વતંત્રતા સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાને બેઠક દરમિયાન સ્પષ્ટતા કરી કે “આતંકવાદ સામે યોગ્ય અને ઠોસ કાર્યવાહી કરવી એ આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે.” તેમણે સેનાને “મૂળભૂત લક્ષ્ય, રીત અને સમય” નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ છૂટ આપી છે. પીએમ મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં પોતાનું સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યું. 90 મિનિટ ચાલેલી બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત રહ્યા? રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રી અજિત ડોભાલ – રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જનરલ અનુપ ચૌહાણ – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…

India: ત્રણેય સેનાદળોમાં મોટા ફેરફાર, નવા CISC અને નોર્ધન કમાન્ડને પણ મળશે નવા અધ્યક્ષ

ભારતીય સેનાઓ માટે 1 મે 2025 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. ત્રણેય દળોમાં (સેના, નૌસેના અને વાયુસેના) મહત્વપૂર્ણ પદો પર નવા અધિકારીઓની નિમણૂક થશે. વાયુસેનાને નવા નાયબ વડા મળશે, ત્રણેય દળોને મળશે નવો CISC, અને આર્મીના નોર્ધન કમાન્ડને પણ નવા ચીફ મળશે. 30 એપ્રિલે અનેક વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થશે, જે પછી નવી જવાબદારીઓ સોંપાશે. એર માર્શલ નર્મદેશ્વર તિવારી બનશે વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ એર માર્શલ નર્મદેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા નાયબ વડા તરીકે 1 મેના રોજ પદભાર સંભાળશે. તેઓ વર્તમાન નાયબ વડા એસપી ધારકરનું સ્થાન લેશે, જે 30 એપ્રિલે નિવૃત્ત થઈ રહ્યાં છે. ધારકરએ 40 વર્ષથી વધુ સમય સેવામાં આપ્યાં છે. તિવારી હાલમાં ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના વડા છે. તેમની જગ્યા પર હવે તાલીમ…