રશિયાની Rosneft અને Lukoil પર અમેરિકી પ્રતિબંધોની મોટી અસર, તેલની આયાતમાં ઘટાડો કરવા તૈયાર

રશિયાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકાના નવા આકરા પ્રતિબંધો બાદ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર યુ.એસ. દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધોનો સીધો પ્રભાવ ભારતના તેલ આયાત બજાર પર જોવા મળી રહ્યો છે. ભારત, જે યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયાથી સૌથી વધુ સસ્તું કાચું તેલ ખરીદી રહ્યું હતું, હવે આયાતમાં નોંધપાત્ર ઘટાડો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના નવા પ્રતિબંધોનો હેતુ શું છે? અમેરિકાના ટ્રેઝરી વિભાગે તાજેતરમાં જાહેરાત કરી હતી કે રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને કેટલીક એશિયાઇ અને મધ્ય પૂર્વીય કંપનીઓ રશિયન તેલના વેપારમાં સામેલ છે. આ પગલાંનો હેતુ રશિયાના આવક સ્ત્રોતોને મર્યાદિત કરવાનો અને યુક્રેન સામેના યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા ફંડને અટકાવવાનો છે.…

જનધન ખાતાધારકો માટે ખુશખબર : આ સુવિધાઓ મળશે જીવનભર મફતમાં, જાણો અહીં

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાઓ માટે એક નવો ડ્રાફ્ટ પરિપત્ર બહાર પાડ્યો છે, જે નાની આવક ધરાવતા લોકો માટે બેંકિંગ વધુ સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ખાતાઓ માટે હવે મીનીમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી અને તેમાં પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળના ખાતાઓનો સમાવેશ થાય છે. હાલમાં દેશમાં 56.6 મિલિયનથી વધુ આ પ્રકારના ખાતા સક્રિય છે, જેમાં ₹2.67 ટ્રિલિયન જેટલો જમા રકમ છે. મુખ્ય સુવિધાઓ: – અનલિમિટેડ કેશ ડિપોઝીટ: ખાતાધારકોને કેશ જમા કરાવામાં કોઈ મર્યાદા નહીં. – ફ્રી ATM અને ડેબિટ કાર્ડ: બિલકુલ મફતમાં ATM કાર્ડ અને ડેબિટ કાર્ડ આપવામાં આવશે. – 25 મફત ચેક પ્રત્યેક વર્ષે: વર્ષમાં 25 ચેક મફત આપવામાં આવશે. – ફ્રી પાસબુક અને…