ભારતનો આગામી ટેસ્ટ કેપ્ટન આ ‘મહાન ખેલાડી’ બનશે ! :સુનીલ ગાવસ્કર
ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રોહિત શર્મા બાદ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 5 ટેસ્ટ મેચોમાં 32 વિકેટ ઝડપી છે. આ ઓસ્ટ્રેલિયામાં કોઈ વિદેશી ફાસ્ટ બોલરનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ પ્રદર્શન છે. બુમરાહની કેપ્ટનશિપમાં પર્થમાં રમાયેલી આ સીરિઝની પહેલી મેચમાં જીત હાંસિલ કરી હતી. સુનીલ ગાવસ્કરે આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે (બુમરાહ) ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન હોઈ શકે છે. તે જવાબદારીઓની સાથે ટીમની કેપ્ટનશિપ પણ કરે છે, જેની છબી ખુબ જ સારી છે. તેમનામાં કેપ્ટનના ગુણ છે અને તે એવા વ્યક્તિ નથી કે તમારા પર બિનજરૂરી રૂપથી દબાણ બનાવે. ક્યારેય ક્યારેક…







