ચન્નીના નિવેદન પર ભાજપ લાલઘૂમ, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું કહ્યું

ભારતીય જનતા પાર્ટીએ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગવા બદલ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કોંગ્રેસ પર રાષ્ટ્રીય સુરક્ષાને નબળી પાડવાનો અને પાકિસ્તાન વતી નિવેદનો આપવાનો આરોપ લગાવ્યો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સાંસદ ચન્નીના નિવેદનો પર સમગ્ર કોંગ્રેસ કાર્યકારી સમિતિ પર સવાલ ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટીનું વર્તન ભારતના હિતમાં નહીં પરંતુ પાકિસ્તાનના હિતમાં છે. ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવતા કહ્યું કે, “બહારથી તે CWC છે પણ અંદરથી તે PWC (પાકિસ્તાન કાર્યકારી સમિતિ) બની ગઈ છે. સંબિત પાત્રાએ કોંગ્રેસના નેતા ચરણજીત સિંહ ચન્નીના નિવેદનનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે પુલવામા હુમલા પછી કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક પર કથિત રીતે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શું પુરાવા છે કે ભારતીય સેનાએ સર્જિકલ…