નાણામંત્રીએ રાષ્ટ્રપતિને બજેટની નકલ સોંપી, 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ કરશે રજૂ
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે, 1 ફેબ્રુઆરીના રોજ તેમનું સતત નવમું બજેટ રજૂ કરીને દેશના સંસદીય ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવશે. આ બજેટમાં વિકાસની ગતિ જાળવી રાખવા, નાણાકીય શિસ્ત જાળવવા અને ઉત્પાદન ક્ષેત્ર અને રોજગારને વેગ આપવા માટેના પગલાં શામેલ હોવાની અપેક્ષા છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, તેમની ટીમ સાથે, તેમનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. બેઠક દરમિયાન, નાણાં પ્રધાને રાષ્ટ્રપતિને બજેટની એક નકલ પણ રજૂ કરી હતી. રાષ્ટ્રપતિએ નાણામંત્રીને દહીં અને સાકર ચખાડી રાષ્ટ્રપતિ મુર્મુએ નાણામંત્રી સીતારમણને દહીં અને સાકર ખવડાવી . તેમણે બજેટ માટે અભિનંદન આપ્યા. અહીંથી, નાણામંત્રી સીધા સંસદ ભવન જશે, જ્યાં તેઓ કેબિનેટની મંજૂરી લેશે. ત્યાં બજેટ રજૂ કરવામાં આવશે. Follow us On Social Media…







