IND vs AUS: 223 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ROKOની વાપસી, ક્રીઝ પર રહ્યું કંગાળ પ્રદર્શન

અનુભવી ભારતીય બેટ્સમેન ROKO (રોહિત શર્મા અને વિરાટ કોહલી)  223 દિવસ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફર્યા, પરંતુ બંનેમાંથી કોઈ અડધો કલાક પણ ટકી શક્યું નહીં. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, અને રોહિત અને કોહલી કોઈ પ્રભાવ પાડવા નિષ્ફળ રહ્યા. ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ બાદ આ બંને ખેલાડીઓ પહેલી વાર ભારત માટે રમ્યા હતા, પરંતુ તેમનું કમબેક યાદગાર રહ્યું ન હતું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ભારત સામેની પ્રથમ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ભારત માટે વનડે ડેબ્યૂ કરી રહ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પણ બે નવા ચહેરાઓને તક આપી છે. પર્થમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમ ત્રણ ફાસ્ટ બોલર અને એટલા જ ઓલરાઉન્ડરો સાથે…