પાકિસ્તાન માટે આજે મહત્વનો દિવસ… PM મોદી લેશે મહત્વના નિર્ણયો! આજે CCS સહિત 4 બેઠકો
પહેલગામ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં તેમણે સશસ્ત્ર દળોને કાર્યવાહી કરવા માટે છૂટ આપી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપરાંત, CDS અને ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ પાકિસ્તાન પર ચિંતાના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ચાર મોટી બેઠકો યોજાવા જઈ રહી છે, ત્યારબાદ મોટા નિર્ણયો લેવાની અપેક્ષા છે. આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાવાની છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પણ હાજર રહેશે. CCSએ અગાઉ પાકિસ્તાન વિરુદ્ધ…







