April 17 : આજે છે વિશ્વ હિમોફિલિયા દિવસ, તો જાણીએ આ દિવસના મહત્વ વિષે
દર વર્ષે 17 એપ્રિલે વિશ્વ હિમોફિલિયા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ, જે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા (WFH) દ્વારા આયોજિત થાય છે, એનો મુખ્ય ઉદ્દેશ હિમોફિલિયા અને અન્ય રક્તસ્ત્રાવ વિકૃતિઓ વિશે લોકોને જાગૃત કરવાનો છે. 1989 માં આરંભ થયેલી આ કામગીરી આજે વિશ્વભરના આરોગ્ય સંસ્થાઓ, તબીબી વ્યવસાયિકો, અને હિમોફિલિયાથી પીડિત વ્યક્તિઓ માટે એક મહત્વપૂર્ણ અવસર બની ગઈ છે. વિશ્વ હિમોફિલિયા દિવસનો ઇતિહાસ વિશ્વ હિમોફિલિયા દિવસ 17 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે, કારણ કે આ દિવસ વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક ફ્રેન્ક શ્નાબેલનો જન્મદિવસ છે. ફ્રેન્ક શ્નાબેલ એ તે મહાન વ્યક્તિ હતા જેમણે હિમોફિલિયા અને રક્તસ્ત્રાવ સાથે સંકળાયેલી બીમારીઓના વિસ્તૃત અવલોકન અને જાગૃતિ માટે અનેક પ્રયાસો કરી. 1989માં, તેમના પ્રેરણાથી આ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ…
ગુજરાતમાં શિવરાત્રી બાદ વધશે ગરમી, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ કર્યું જાહેર
ગુજરાતમાં હાલ ઠંડા પવનો ધીમા પડતાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. અમદાવાદ સહિત વડોદરા અને સુરત જેવા તાપમાન 35-36 ડિગ્રીની આસપાસ રહેશે. મહાનગરોમાં તાપમાનમાં વધારો થતાં ઉનાળાની ઋતુનો આરંભ થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ ઠંડીએ પૂર્ણ રીતે વિદાય લીધી નથી. સવારે વાદળછાયા વાતવારણના કારણે કારણે ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. -> શિવરાત્રી બાદ વધશે ગરમી :- શિવરાત્રી બાદ ઠંડીનું પ્રમાણ ઘટવા લાગે છે અને ગરમી વધવા લાગે છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું ખાસ મહત્વ હોય છે. શિવરાત્રી બાદ ગરમીનો પારો ધીરે ધીરે ઉચકાતા કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. શિવરાત્રી તહેવાર સાથે જ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી વિદાય લેતા અને હાલમાં તાપમાનનો પારો…








