સુરત: કોબ્રા સાપના ઝેરનું મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું, 7 આરોપીઓ ઝડપાયા

સુરત પોલીસ દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પ્રતિબંધિત કોબ્રા સાપના ઝેરનો મોટા પાયે સ્મગલિંગ નેટવર્ક પકડાયું છે. આ કાર્યવાહી દરમ્યાન કુલ 6.5 મિલીલીટર કોબ્રા ઝેર જપ્ત કરવામાં આવ્યું છે, જેના આંતરરાષ્ટ્રીય બજાર મૂલ્યનો અંદાજ 5.85 કરોડ રૂપિયા છે. પોલીસે 7 આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં મનસુખ ધીનૈયા અને ચીમન ભૂવા સુરતના રહેવાસી છે અને અન્ય 5 વડોદરાના રહેવાસી છે. આરોપીઓએ આ ઝેરને 9 કરોડ રૂપિયામાં વેચવાની ડીલ ફાઈનલ કરી હતી. જપ્ત કરાયેલ ઝેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંપૂર્ણ પ્રતિબંધિત છે. ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વિવિધ હેતુઓ માટે થાય છે, જેમ કે: – બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક માટેની દવા – લોહી ગંઠાવાની દવા – એન્ટી વેનોમ – કેન્સર ઉપચાર માટેની દવા – કેટલીક વખત રેવ પાર્ટીમાં નશાના…