દિલ્હીમાં H1N1નો વધતો ખતરો: 2,300થી વધુ કેસ વચ્ચે CM રેખા ગુપ્તાની ઈમરજન્સી બેઠક

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગ અને દિલ્હી સરકાર એલર્ટ મોડમાં આવી ગયા છે. દિલ્હીમાં આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 3,000 ઈન્ફ્લુએન્ઝાના કેસ નોંધાયા છે, જેમાંથી 2,308 કેસ H1N1ના હોવાનું આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે જણાવ્યું છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આરોગ્ય વિભાગ ઉપરાંત MCD, NDMC અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકનો મુખ્ય હેતુ H1N1 અને મોસમી ઈન્ફ્લુએન્ઝાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ, બેડ, દવાઓ, તબીબી સ્ટાફ અને દર્દીઓની સારવાર અંગેની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. સરકારનો દાવો- પરિસ્થિતિ નિયંત્રણમાં આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંહે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. તેમના…

નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર

દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ નહીં થાય, માટે ગભરાવાની જરૂર નથી. બેંગલુરુ, નાગપુર અને તમિલનાડુમાં બે-બે અને અમદાવાદમાં એક કેસ નોંધાયા છે. -> કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એક નિવેદન જાહેર કર્યું હતું :- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે એક વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું કે HMPV વાયરસ નવો નથી અને ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસની ઓળખ 2001માં થઈ હતી અને ત્યારથી તે આખી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે એચએમપીવી વાયરસ શ્વસન દ્વારા…