દિલ્હી ખાતે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) સમિતિની મહત્વની બેઠક યોજાઈ, આ મામલે થઈ ચર્ચા

રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC) ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષ સ્થાને તા. 18 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં UCC ના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલ કાયદાના મુસદ્દાની સમીક્ષા કરવામાં હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત, સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે…

યુવા પ્રોબેશનરી IAS અધિકારીઓને B india તરફથી સંકલિત સંદેશ

પંકજ મકવાણા, અમદાવાદ/ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સુપરન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જવાબદારી સંભાળતા 2024 બેચના યુવા અધિકારીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત જે દેશના વિકાસનો રોલ મોડલ ગણાય છે, ત્યાં ફરજ બજાવવી એ તમારા માટે માત્ર તક નહીં પણ એક જનવિશ્વાસની જવાબદારી છે. આજે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં – ગ્રામ્ય વિકાસથી લઈને શહેરી સુશાસન સુધી, આરોગ્ય અને પોષણથી લઈ શિક્ષણ સુધારણા સુધી, પારદર્શી વહીવટથી લઈને પબ્લિક ગ્રિવન્સ રેડ્રેસલ સુધી, દરેક ક્ષેત્રમાં જનસેવાનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે. મહિલા અને બાળ કલ્યાણ, કાયદો અને વ્યવસ્થા, ડિજિટલ ગવર્નન્સ, યુવાનોના સશક્તિકરણ, જળસંગ્રહ અને પર્યાવરણ જાગૃતિ, તેમજ ગ્રામ પંચાયતોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તમે નવા વિચાર, નવી કાર્યશૈલી અને જનસંપર્કની નવી ભાષા લઈને આવો – તેવી આશા છે. તમારું નિર્મળ…