ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે. આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે. રાજ્યપાલના નામે આદેશ જાહેર આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય…







