ગુજરાત સરકારનો વહીવટી નિર્ણય: IAS ડૉ. રતનકંવર ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી)નો વધારાનો હવાલો

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત જાહેરનામા મુજબ 2009 બેચના IAS અધિકારી ડૉ. રતનકંવર એચ. ગઢવીચરણને આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

હાલની જવાબદારી સાથે વધારાનો હવાલો
ડૉ. રતનકંવર ગઢવીચરણ હાલમાં આરોગ્ય કમિશનર (ગ્રામીણ) તેમજ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM)ના મિશન ડિરેક્ટર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. સરકારના નવા આદેશ અનુસાર, હવે તેઓ આરોગ્ય કમિશનર (શહેરી)ની જવાબદારી પણ સંભાળશે.

આ વ્યવસ્થા ત્યાં સુધી અમલમાં રહેશે, જ્યાં સુધી 2003 બેચના IAS અધિકારી ડૉ. સંધ્યા ભુલ્લર ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનર (શહેરી) તરીકેની પોતાની ફરજો વિધિવત રીતે સંભાળી ન લે.

રાજ્યપાલના નામે આદેશ જાહેર
આ વહીવટી આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે સામાન્ય વહીટ વિભાગના અંડર સેક્રેટરી જૈમન શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશની નકલ મુખ્યમંત્રી કાર્યાલય (CMO), મુખ્ય સચિવ, આરોગ્ય મંત્રી તેમજ સંબંધિત તમામ વિભાગોને જાણ અર્થે મોકલવામાં આવી છે.

આરોગ્ય વિભાગમાં સુચારુ કામગીરી માટે નિર્ણય
આ નિર્ણયનો હેતુ આરોગ્ય વિભાગની શહેરી તથા ગ્રામ્ય સ્તરની કામગીરીમાં સંકલન જળવાઈ રહે અને વહીવટી પ્રક્રિયા સુચારુ રીતે ચાલતી રહે તેવો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Khedbrahma Navratri Aatham Celebrations 2026: ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આઠમનો ભવ્ય હવન.. Spiritual

ખેડબ્રહ્મામાં Aatham નિમિત્તે શ્રી અંબિકા માતાજી મંદિરે ભવ્ય હવનનું આયોજન, દર્શન માટે ઉમટ્યા ભક્તો ખેડબ્રહ્મામાં Aatham પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી, અંબિકા માતાજીના દર્શન અને હવનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આઠમના પવિત્ર અવસરે ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે શ્રી અંબિકા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માતાજીના દર્શન કરવા અને હવનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ, શ્રદ્ધા અને માતાજીના જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ નમાવી પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આઠમના પવિત્ર દિવસે મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ માતાજીના દર્શન અને ધાર્મિક વિધિમાં જોડાવા માટે શ્રદ્ધાળુઓની અવરજવર…

Central Government Diwali Festival Bonanza 2026: નવરાત્રિમાં કેન્દ્રના ૩ મોટા નિર્ણયો! જાણો તમને શું મળશે ફાયદો? Misconception..

નવરાત્રિમાં કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ! 11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, દિવ્યાંગ પેન્શન સહિત 3 મોટા નિર્ણયો Diwali Government Decisions 2026: તહેવારોની સિઝન વચ્ચે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા લોકો માટે મહત્વના નિર્ણયો ચર્ચામાં છે. રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ, EPFO હેઠળ સામાજિક સુરક્ષાનું કવરેજ વધારવા માટે પગાર મર્યાદામાં ફેરફાર અને દિવ્યાંગતા સંબંધિત પેન્શનના નિયમો જેવા મુદ્દાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાતથી લાખો પરિવારોને તહેવારો પહેલાં આર્થિક રાહત મળવાની અપેક્ષા છે. જોકે, આ ત્રણેય મુદ્દાઓની સ્થિતિ અલગ છે. રેલવે બોનસ અંગે તાજેતરમાં મંજૂરીના અહેવાલો સામે આવ્યા છે, જ્યારે EPFOની પગાર મર્યાદા અને દિવ્યાંગ પેન્શન અંગેના નિયમો માટે સંબંધિત સત્તાવાર જાહેરાત અને પાત્રતાની શરતો સમજવી જરૂરી…