AMRELI : LCBને મળી મોટી સફળતા | F.I.R |

બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા… ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ AMRELI : અમરેલી LCBને મળી મોટી સફળતા | F.I.R |https://t.co/HcZa5DilZI બાઈક ચોરી કરતી ગેંગ ઝડપાઈ અનેક ચોરીઓનો થયો પર્દાફાશ મોજ-શોખ હતા ઊંચા…ચોરીના ચઢ્યા રવાડે 25 થી વધુ બાઈક ચોરીને આપ્યો અંજામ#Amreli #LCB #gujaratpolice #crime #amrelipolice pic.twitter.com/0lAM2s7AIB — B India (@buletin_india) May 3, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Earthquake: વાવની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.4ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે 3:35 કલાકે વાવમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. હાલમાં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના સમાચાર નથી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. વાવમાં મોડી રાત્રે આવેલ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ મોડી રાત્રે 3.35 વાગ્યે નોંધાયો હતો, તેનું કેન્દ્ર વાવથી 27 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. મે મહિનાની શરૂઆતના પ્રથમ ત્રણ દિવસમાં જ રાજ્યમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા છે.…

BJP નેતાએ જાતિ આધારિત જનગણનાને લઈ કર્યું ધગધગતું ટ્વીટ, કર્ણનો કર્યો ઉલ્લેખ

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન મોદીની ગુડબૂકમાં સ્થાન ધરાવતા જાણીતા સામાજિક ચિંતક ડૉ. ભરત કાનાબારે જાતિ આધારિત જનગણનાને લઈ એક મહત્વનનું ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે સમાજમાં ચાલતા જાતિવાદના વિરોધમાં કડક શબ્દોમાં પ્રહારો કર્યો છે. ટ્વીટમાં ડૉ. ભરત કાનાબારે મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણનું એક પ્રસંગ ટાંક્યો છે. તેમણે કહ્યું, જાતિ ! હાય રે જાતિ ! કર્ણ કયા હદય ક્ષોભસે ડોલા, કુપિત સુર્યકી ઓર દેખ વાહ વીર ક્રોધ સે બોલા. “જાતિ- જાતિ રતટે, જિનકી પૂંજી કેવલ પાષંડ , મે ક્યાં જાનું જાતિ? જાતિ હૈ મેરે ભુજદંડ ઉપર સીર પર કનક-છત્ર, ભીતર કાલે કે કાલે, શર્માટે નહીં જગતમે જાતિ પૂછનેવાલે. આ પણ વાંચો: Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ ડૉ. ભરત કાનાબાર અનેક…

પાટીલના ઉત્તરાધિકારી કોણ? ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું કોકડું ક્યાં ગૂંચવાયું!

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષની ચર્ચાઓ અચાનક વેગ પકડે છે અને અચાનક ચર્ચાઓ શાંત થઈ જાય છે. ગઈકાલે છ શહેર-જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત કરી છે. આ સાથે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન ફરી પાટીલના ઉત્તરાધિકારીના નામની ચર્ચાઓ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ગત લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારથી ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ વાતને પણ એક વર્ષ વીતી ચૂક્યું છે. બીજી તરફ ટીલે ઘણા સમય પહેલા જ આ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમના ઉત્તરાધિકારી વિશે અટકળો ચાલી રહી છે. એક તરફ કેન્દ્રીય નેતૃત્વ હવે પાકિસ્તાન માટે રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે.…

ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું

ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું…

પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે પાકિસ્તાનને આડેહાથ લીધું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના ટોચના અધિકારીઓ ભયથી દેશ છોડીને ભાગી રહ્યા છે, જ્યારે મધ્યમ સ્તરના અધિકારીઓ મોટી સંખ્યામાં રાજીનામું આપી રહ્યા છે. તેમણે લખ્યું, ‘આ ડર સારો છે!’ यह डर अच्छा है!! Top Pakistani army officers fleeing country, middle-level officers resigning en masse due to fear. — Harsh Sanghavi (@sanghaviharsh) April 27,…

વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં અમદાવાદ સાયન્સ સિટીનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 121મા એપિસોડમાં ગુજરાતની શાન સમાન અમદાવાદ સાયન્સ સિટીનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનએ દેશના યુવાનોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન પ્રત્યે વધી રહેલી રુચિની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આ બાબત ભારતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. તેમણે છત્તીસગઢના દંતેવાડા જેવા વિસ્તારોમાં સ્થપાયેલા વિજ્ઞાન કેન્દ્રોની સકારાત્મક અસરની વાત કરી અને આ જ સંદર્ભમાં અમદાવાદ ખાતે આવેલ ગુજરાત સાયન્સ સિટીનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું, “હમણાં કેટલાક સમય પહેલાં મેં ગુજરાત સાયન્સ સિટીમાં પણ સાયન્સ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ગેલેરીઝમાંથી એ ઝલક મળે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષમતા શું છે, વિજ્ઞાન આપણા માટે કેટલું બધું કરી શકે છે. મને જાણકારી મળી છે કે આ ગેલેરીઝ અંગે…

જયરાજસિંહ જાડેજાએ કેમ કહ્યું, ‘તો… મારી જાહેર જીવન છોડવાની તૈયારી !’, જાણો શું છે મામલો

આજે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ પર હતી. ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા આજે ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં તેમનો વિરોધ દર્શાવવામાં આવી આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે જમીન પચાવવાના આરોપને લઈને કહ્યું હતું કે, એકપણ પાટીદારની જમીન તેમણે પડાવી નથી અને જો પડાવી હોય તો મારી જાહેર જીવન છોડવાની તૈયારી છે. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે. લોક રોષ જોઇને ગોંડલ છોડીને જતું રહેવું પડ્યું છે. અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે. 500 કિલોમીટર દૂર રહિને ગોંડલ ભયમાં હોવાનો આક્ષેપ કરે છે. ગણેશ…

રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ

પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ ઘોડા પર જવાની ના કહી અને આગળ ન જવાનો નિર્ણય કર્યો અને જીવ બચી ગયો. અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટ પાઠક પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલાના સમયે તે પોતાની પત્ની અને દીકરી સાથે પહેલગામમાં જ હતાં. કાર ડ્રાઇવર પાઠક પરિવારને બેસરન વેલીમાં લઈ જવા નીકળ્યો હતો. બેસરન મેદાન પાંચ કિલોમીટર ઊંચાઈએ હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જવું પડે છે. અને પાંચ વર્ષની દીકરી મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. માતા-પિતાએ સમજાવ્યું તેમ છતાં દીકરી ઘોડા પર બેસવાની ના પાડતી…

Ahmedabad : સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાગી લાંબી લાઇન, બહાર પાડવું પડ્યું વેઇટિંગ લિસ્ટ

પંકજ મકવાણા, અમદાવાદ/ ‘સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇન અને વેઇટિંગ લિસ્ટ…’’ કદાચ આ શબ્દો તમારા કાને પડતા તમે એક સેકેન્ડ માટે તો આશ્વર્યચકિત થઇ જશો અને જરૂરથી કહેશો કે, અરે ના હોય ! આવું તો માત્ર પ્રાઇવેટ સ્કૂલમાં જોવા મળે, સરકારી સ્કૂલોમાં થોડું આવું હોય ! પણ આ વાત એટલી જ સત્ય છે કે, હવે સરકારી સ્કૂલોમાં એડમિશન માટેની લાઇનો પણ લાગી રહી છે અને કેટલીક સરકારી સ્કૂલો દ્વારા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવી રહ્યું છે. જેનું તાજું ઉદાહરણ થલતેજ વિસ્તારમાં આવેલી સરકારી થલતેજ અનુપમ શાળા – 2 એ પૂરું પાડ્યું છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં વધેલી શૈક્ષણિક સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓની સાથે ટેક્નોલોજીના સમન્વયથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય છે, તેને પગલે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં…