ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું

ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના કાફલાની કારના કાચ તોડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અને જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. જેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી

ગોંડલમાં અલ્પેશ કથીરિયાની મુલાકાત બાદ સર્જાયેલ વિવાદને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપની આંતરિક લડાઈ ખૂલ્લી પડી ગઈ છે. ગોંડલમાં યૂપી-બિહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા. જાહેરમાં ગાડીના કાચ તૂટ્યા. ગુંડાગીરી કરવામાં આવી. જે બતાવે છે કે ગુજરાતમાં કાયદાનું શાસન નથી. સાથે તેમણે ગૃહપ્રધાનને સવાલ કર્યો કે સામાન્ય આરોપીનો વરઘોડો કાઢતી પોલીસ શું ગોંડલમાં બબાલ કરાનારા લોકો સામે કાર્યવાહી કરશે?

આ પણ વાંચો: પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

શું કહ્યું હતું જયરાજસિંહ જાડેજાએ
જયરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રેરીત ષડયંત્ર છે. લેઉવા પટેલ અમારી સાથે છે. ગોંડલની જનતાએ જવાબ આપી દીધો છે. ગોંડલની જનતા ગણેશને પોતાનો દીકરો માને છે. પાસના નાપાસ થયેલા લોકો આવ્યા હતા. હું ભાજપ હાઈકમાન્ડને આ બાબતે ફરિયાદ કરીશ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મોંઘવારીનો વધુ એક ઝટકો: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો વધારો

Gujarat Cooperative Milk Marketing Federation દ્વારા સંચાલિત Amul એ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દર મુજબ હવે અમૂલ દૂધ પ્રતિ લિટર ₹2 મોંઘું મળશે. વધારેલા ભાવ 14…

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *