Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…

Ahmedabad: હાથીજણ ખાતે ગૃહ નિર્માણ ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે 40 આવાસોનો ડ્રો સંપન્ન

અમદાવાદમાં હાથીજણ ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત 40 આવાસોનો ડ્રો રાજ્યકક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી દર્શનાબહેન વાઘેલાના વરદ્હસ્તે યોજાયો હતો. આવાસોના લોકાર્પણ પ્રસંગે મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દરેક નાગરિકનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા કટિબદ્ધ છે. ખાસ કરીને મહિલાઓ, દીકરીઓ અને બાળકોને સુવિધાજનક તેમજ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે હેતુથી ગુણવત્તાયુક્ત આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મકાનોમાં મેન્ટેનન્સના ખર્ચને ઘટાડવા માટે સોલર પેનલ લગાવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદને પણ ખૂબ જ ટૂંક સમયમાં ‘ઝૂંપડપટ્ટી મુક્ત શહેર’ બનાવવાનું લક્ષ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સરકાર માત્ર 5 લાખ રૂપિયાના રાહત દરે આધુનિક સુવિધાઓ ધરાવતા મકાનો પૂરા પાડી…

અમદાવાદ ખાતે ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ના દર્શનનો ભવ્ય પ્રારંભ, જાણો દર્શનનો સમય

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે અમદાવાદના વટવા ખાતે ભવ્ય ‘અખંડ શક્તિ ત્રિશૂલ’ને શ્રદ્ધાળુઓના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરકાશીની 1500 વર્ષ જૂની શક્તિ પરંપરાની દિવ્ય પ્રેરણાથી તૈયાર કરાયેલ આ 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું વિશાળ ત્રિશૂલ આગામી સમયમાં અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે, જે અંબાજીના પવિત્ર યાત્રાધામની ભવ્યતામાં વધારો કરતું એક નવું આધ્યાત્મિક સોપાન ઉમેરશે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂલિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે અને…

Ahmedabad : જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, આ પ્રશ્નોની કરાઇ ચર્ચા

અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સંકલન બેઠકમાં પુછાયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી, તેનું સત્વરે હકારાત્મક નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરાયો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે સંકલનમાં પુછાયેલા પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ત્વરિત ધોરણે તેનું નિરાકરણ થાય તે જરૂરી છે. આ પ્રશ્નોની કરાઇ ચર્ચા આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના તેમજ સિંચાઈના પાણીના પ્રશ્નો, અસલાલી તળાવ કામગીરી, મુનસર તળાવની સફાઈ, આરોગ્ય કેન્દ્રનાં કામો, વિરમગામ તાલુકાના ગામોના પોસ્ટલ પિનકોડને લગતાં પ્રશ્નો, દેત્રોજ તાલુકામાં પાણીના બોર, રોજગાર મેળામાં સ્થાનિકોને અગ્રતા, ગૌચરની જમીન, વીજ પુરવઠાના પ્રશ્નો, ડેટા એન્ટ્રી, દબાણો દૂર કરવા સહિત ગ્રામ્ય વિસ્તારના પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓના પ્રશ્નોની ચર્ચા કરી હકારત્મક નિવારણ કરાયું હતું.…

Rajkot: આટકોટના દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, મળ્યો ફક્ત આટલા દિવસમાં ન્યાય

ગુજરાત માટે આજે મહત્વનો દિવસ ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં 7 વર્ષની માસૂમ બાળકી પર થયેલ દુષ્કર્મની ઘટના મામલે ન્યાયતંત્રએ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ઘટનાના માત્ર 39 દિવસના ટૂંકા ગાળામાં જ કોર્ટે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. રાજકોટ જિલ્લા પોલીસની સતર્કતાને કારણે 4 ડિસેમ્બરના બનેલી દુષ્કર્મની ઘટનાના માત્ર 11 દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરથી શરૂ થયેલી પહેલી હિયરિંગ બાદ 3 જાન્યુઆરીએ વધારાના નિવેદનો લેવાયા હતા. ત્યાર બાદ 5 જાન્યુઆરીએ અંતિમ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી. ઘટના ને લઈને સરકારી વકીલે આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપી માટે ફાંસીની માંગ કરી હતી. 12 જાન્યુઆરીએ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો શું હતી ઘટના રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપરમાં ગત…

બાળકો ગોખણિયા શિક્ષણને કહેશે અલવિદા… રાજ્ય સરકારની નવતર પહેલ, “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ

આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના બાળકો માટે 74 હજારથી વધુ “જાદુઈ પીટારા” આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારાનો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે. દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “જાદુઈ પીટારા”ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કલેકટર કોન્ફરન્સ સંપન્ન, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય…

શું રેલવે ગેરરીતિનો અડ્ડો..?? | GUJARATI NEWS BULLETIN

ભારતીય રેલવે બન્યો ગેરરીતિનો અડ્ડો ભારતીય રેલ્વેમાં સુરક્ષાનો ભંગ માલગાડીમાંથી ખુલ્લેઆમ અનાજની ચોરી જાગૃત નાગરિકે ચોરીનો બનાવ્યો વિડિયો દારૂ અને માદક પદાર્થોની રેલવેમાં હેરાફેરીનો આક્ષેપ ZRUCCના પૂર્વ સભ્યનો તંત્રને લેટર બુટલેગરોની યાદી સાથે રેલ્વે પોલીસને જાણ કરાઈ સ્ટેશન પર ખુલ્લેઆમ દારૂ, અફીણ, ચરસની હેરાફેરીનો આક્ષેપ રેલવે પોલીસની હદમાં અનેક કાંડ છતાં તંત્રની નિષ્ક્રિયતા સુરક્ષા તંત્ર આંખ મીંચીને બેઠું છે કે અસમર્થ? Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગુજરાતનું ગૌરવ: સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) માં બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજીવાર બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ/ ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ફરી એકવાર ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC-NEW DELHI) ની ‘પ્રાયમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટી’ (PACS) વિભાગની દેશભરની એકમાત્ર બેઠક પર તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ સહકારિતા અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા) સતત બીજી વખત બિનહરીફ ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. સમગ્ર ભારતની આ એકમાત્ર સીટ પર બિપીનભાઈની બિનહરીફ વરણી તેમની કાર્યક્ષમતા અને સહકારી ક્ષેત્રમાં તેમની મજબૂત પકડ દર્શાવે છે.રાષ્ટ્રીય સ્તરની આ મહત્વની સંસ્થામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ જળવાઈ રહેતા સહકારી આગેવાનોમાં ખુશીનો માહોલ છે. સતત બીજી વખત આ જવાબદારી મળવા બદલ રાજ્યના સહકારી અગ્રણીઓ, રાજકીય નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.બિપીનભાઈ પટેલના અનુભવનો લાભ આગામી સમયમાં દેશના ખેડૂતો અને વેરહાઉસિંગ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યના પ્રદાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગૃ હમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે, સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા ‘સસ્તું સાહિત્ય’ ફરી બેઠી થઈ છે. આગામી 50 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઈ પટેલે આદિ…