ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ, જાણો વિશેષતા

નવી દિલ્હી :  પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ 77-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બની રહ્યો હતો. ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનનો સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી. જાણો ટેબ્લોની વિશેષતા આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને…

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, જાણો વિગત

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, એડવોકેટ જનરલ, એડિશનલ એડવોકેટ જનરલ તથા સરકારી વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ન્યાયિક અધિકારીઓ, સિનિયર વકીલો, ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સભ્યો તેમજ હાઇકોર્ટના રજીસ્ટ્રીના અધિકારીઓ અને કર્મચારીગણે બહોળી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.  Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગૌરવની ક્ષણ/ રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, રાજ્યના આટલા પોલીસ અધિકારીઓ અને જવાનોનું થશે સન્માન

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત પોલીસના 2 અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM) જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. આજે 25 જાન્યુઆરી પર સમગ્ર દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના IPS અધિકારી નિપૂણા તોરવણે તથા એસ. એસ. રઘુવંશીને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ’ (PSM) એનાયત કરાયા છે. આ સાથે જ 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.      Follow us On Social…

નવ સર્જિત વાવ-થરાદ જિલ્લાને આગામી દિવસોમાં મળશે નવું અદ્યતન જિલ્લા સેવા સદન, નાગરિકોને મળશે રાહત

77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પ્રથમવાર યજમાન બનેલા વાવ-થરાદ જિલ્લામાં આ મહત્વપૂર્ણ વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે રૂપિયા 70 કરોડના ખર્ચે 39 એકરના વિસ્તારમાં નિર્માણ થનારા જિલ્લા સેવા સદનનું ભૂમિ પૂજન અને તકતી અનાવરણ સંપન્ન કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી તથા રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના દ્રષ્ટિકોણ અનુસાર નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી જિલ્લા મથકોએ જિલ્લા સેવા સદનના નિર્માણનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આ અભિગમને આગળ ધપાવતા નવ સર્જિત વાવ-થરાદ જિલ્લામાં આ આધુનિક સેવા સદનનું નિર્માણ કરવામાં આવશે. આ નવા જિલ્લા સેવા…

મહીસાગર: જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે યુ. આર પટેલ વિદ્યાલયની પસંદગી, મોટી સરસણનું વધાર્યું ગૌરવ

સલમાન મોરાવાલા- સંતરામપુર/ મહીસાગર જિલ્લાના મોટી સરસણ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ સંચાલિત યુ .આર .પટેલ વિદ્યાલયલનું નામ સમગ્ર જિલ્લામાં ગુંજયું છે. શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, ભૌતિક સુવિધાઓ, બોર્ડના જાહેર પરિણામો ને ધ્યાનમાં રાખીને વર્ષ 2025/ 26 માટે મહીસાગર જિલ્લાની ગ્રામ્ય કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ તેમજ રૂપિયા 1 લાખનો પુરસ્કાર પ્રાપ્ત થશે. અગાઉ 2020-21 માં પણ આ શાળાને ઉપરોક્ત વિગતો ને ધ્યાને લઈ એવોર્ડ અને પૂરસ્કાર પ્રાપ્ત થયો હતો. ત્યારે હવે ફરી એક વખત આ શાળાને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. જેને લઈ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિનો શ્રેય સંસ્થાના પ્રમુખ આર. પી .પટેલ ની પ્રેરણા, આચાર્ય મીનાક્ષીબેન પટેલનું માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફને જાય છે. તમામ લોકોના સઘન પ્રયત્નોથી…

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, જાણો કેવી છે તૈયારી

તા.26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ અંગે મીડિયાના મિત્રોને આયોજન અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આપવા માટે આજે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિના અધ્યસ્થાને કલેક્ટર કચેરી, થરાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “આપણો જિલ્લો ભાગ્યશાળી છે કે તેને રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આયોજન મળ્યું છે. નવીન જિલ્લા માટે આ એક ઉત્તમ તક છે અને આ ઉજવણી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.” તેમણે જણાવ્યું કે, તા. 26 જાન્યુઆરીના રોજ સવારે 9.00 વાગે…

રાજ્ય સરકારે અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે કરી ખરીદી, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743 લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12, 965.37 કરોડ…

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ 32 લાખથી વધુ ખેડૂતોને ચૂકવાઈ સહાય, જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિની સમીક્ષા કરી હતી. જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 32 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ. 9516 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી આજની સ્થિતિએ કુલ 32.૪૯ લાખ ખેડૂતોને કુલ રૂ. 9466 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. આ બાબતે વિગતો માહિતી આપતાં પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ઓક્ટોબર ૨૦૨૫માં થયેલા કમોસમી વરસાદ સંદર્ભે 33 જિલ્લાઓમાંથી 30,06,865 લાભાર્થીના રૂ. 8610 કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજની સ્થિતિએ 29,93,689 ખેડૂતોને કુલ રૂ. 8571 કરોડની…

Bharuch : અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે મહિલાઓ માટે વિનામૂલ્યે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

ધર્મેશ રાણા, અંકલેશ્વર: ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત અંકલેશ્વર તાલુકાની મહિલાઓ માટે સર્વાઇકલ કેન્સર તથા બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે વિશેષ વિનામૂલ્યે કેમ્પનું આયોજન અંકલેશ્વર નગરપાલિકા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન મહિલાઓને સર્વાઇકલ કેન્સરની તપાસ માટે HPV તથા PAP ટેસ્ટ તેમજ બ્રેસ્ટ કેન્સરની વહેલી ઓળખ માટે iBreast Exam સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સાથે સાથે કેન્સરની વહેલી ઓળખ, જરૂરી તપાસ અને સારવાર અંગે તબીબો દ્વારા માર્ગદર્શન અને સલાહ પણ આપવામાં આવી હતી. મહિલા માટે કેમ્પ અત્યંત ઉપયોગી થયો સાબિત કેન્સર જેવી ગંભીર બીમારીની શરૂઆતના તબક્કે ઓળખ થવાથી સમયસર સારવાર શક્ય બને છે, ત્યારે આવા આરોગ્યલક્ષી કેમ્પો મહિલાઓ માટે અત્યંત ઉપયોગી સાબિત…

મોદી કેબિનેટનો મોટો નિર્ણય… અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવાઇ

મોદી સરકારે અટલ પેન્શન યોજના (APY) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અસંગઠિત અને ઓછી આવક ધરાવતા લાખો લોકોને નોંધપાત્ર રાહત આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 2030-31 સુધી આ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયનો સીધો લાભ એવા કામદારોને થશે જેમની પાસે નિવૃત્તિ પછી નિયમિત આવકનો સ્ત્રોત નથી. સરકારના આ પગલાને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મંત્રીમંડળના નિર્ણયથી અટલ પેન્શન યોજના (APY) માટે સતત સરકારી સમર્થન સુનિશ્ચિત થાય છે. આમાં પ્રમોશનલ, ક્ષમતા નિર્માણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટે ભંડોળનો સમાવેશ થાય છે. વધુમાં, યોજનાની નાણાકીય ટકાઉપણું સુનિશ્ચિત કરવા માટે ગેપ ફંડિંગને મંજૂરી આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં પેન્શન ચૂકવણીમાં વિક્ષેપ ન…