કચ્છના રાજીબેન બન્યા મહિલા આત્મનિર્ભરતાનું પ્રેરક ઉદાહરણ

રાજ્યની મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તીકરણના અભિગમ થકી અનેક પ્રયાસો કર્યા છે. જેના પરિણામે રાજ્યની મહિલાઓ આજે પુરૂષ સમોવડી બનીને સ્વરોજગારી મેળવી સામાજિક જીવનને વધુ ઉન્નત બનાવી રહી છે. રાજ્યમાં દીનદયાલ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)નો અમલ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની-GLPC સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત યોજનાની શરૂઆતથી ડિસેમ્બર-2025 સુધીમાં અંદાજે 28.70 લાખ ગ્રામીણ પરિવારોમાંથી કુલ ૨.૮૯ લાખ સ્વ-સહાય જૂથો (SHGs)ની સ્થાપના કરવામાં આવી છે. આ સ્વ-સહાય જૂથોને GLPC દ્વારા રૂ. 257.92 કરોડ રિવોલ્વિંગ ફંડ અને રૂ. 1,175.09 કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ કુલ રૂ. 1,433 કરોડ કરતાં વધુનું ફંડ આપવામાં આવ્યું છે. વધુમાં, આ સ્વ-સહાય જૂથોને રૂ. 4050 કરોડ કરતાં વધુ કેશ…

Morbi : હળવદ તાલુકામાં નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યો, સર્ચ ઓપરેશન શરૂ

રમેશ ઠાકોર, મોરબી/ હળવદ તાલુકાના કોઈબા ગામના પાટીયાથી આગળ આવેલી નર્મદા કેનાલમાં અદાણી પાવર લાઈનના કામમાં સંકળાયેલા એક યુવાન કામદાર ડૂબી ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્ર, પોલીસ તથા બચાવ ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અદાણી પાવર લાઈનના કામ માટે આવેલા કામદારો રહેતા રૂમ પર ટોયલેટની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે યુવાન પાણી ભરવા માટે નર્મદા કેનાલમાં ઉતર્યો હતો. આ દરમિયાન અચાનક પગ લપસતા અથવા કેનાલના તેજ પ્રવાહમાં ફસાતા તે પાણીમાં ડૂબી ગયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. યુવક પરપ્રાંતીય હોવાની વિગત આવી સામે ડૂબી ગયેલો યુવાન બિહાર રાજ્યનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત તંત્રની ટીમ…

સોના ચાંદીના ભાવમાં અવિરત તેજી..! | GUJARATI NEWS BULLETIN

બુલિયન માર્કેટમાં ઐતિહાસિક તોફાન સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા સોના-ચાંદીના ભાવમાં અવિરત તેજી વૈશ્વિક સપ્લાયની અછતથી ભાવમાં ઉછાળો..! યુએસ-યુરોપ ટેરિફ વિવાદથી બજારમાં અસ્થિરતા ટ્રેડ વોરની આશંકાએ રોકાણકારો ચિંતિત સોના કરતા વધુ ઝડપથી દોડી રહી છે ચાંદી ડિમાન્ડ-સપ્લાય ગેપથી કિંમતોમાં રેકોર્ડબ્રેક વધારો રોકાણકારો શેરબજાર છોડીને કિંમતી ધાતુઓ તરફ વળ્યા   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સહભાગી થવા થયા રવાના, આગામી ચાર દિવસમાં લેશે વિવિધ મહત્વની બેઠકોમાં ભાગ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રવાના થયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાવોસ ખાતે રવાના થતા પહેલા જણાવ્યું હતું કે, “વિકસિત ગુજરાત@2047ના વિઝનને દુનિયાના મહત્વના ઇકોનોમિક પ્લેટફોર્મ પરથી વિશ્વ સુધી પહોંચાડવા માટે ગુજરાતનું પ્રતિનિધિ મંડળ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા જઈ રહ્યું છે. વર્ષોથી દુનિયાભરની કંપનીઓ માટે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટનું સૌથી મોટું પ્લેટફોર્મ અને પ્રિફર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીઝને કારણે આજે ગુજરાત સેમીકન્ડક્ટર, લેટેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ રાજ્યના યુવાનો માટે નવી તકોનું સર્જન કરવાનો…

Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ધવલ પટેલે જણાવ્યું હતું કે ફુલસિંગ બારીયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલું “આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ મળશે” જેવું નિવેદન અત્યંત શરમજનક અને માનવતા વિરુદ્ધ છે. આવા નિવેદનો કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, જે આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજનક છે. વલસાડના નાનાપોંઢાં ખાતે આદિવાસી મહાસંમેલનમાં સાંસદ ધવલ પટેલનું નિવેદન મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયાને આપ્યો જવાબ ફુલસિંગ બારીયાએ આપેલા આદિવાસી સમાજની મહિલાઓ માટે આપેલ નિવેદનને ધવલ પટેલે વખોડ્યું.#Politics #Gujarat #Bindia…

Junagadh : માંગરોળ એ.કે હોસ્પિટલ દ્વારા યોજાયો નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ, અનેક દર્દીઓએ લીધો લાભ

પ્રકાશ લાલવાણી, જુનાગઢ / એક તરફ રોગચાળો માથું ઊચકી રહ્યો છે. ત્યારે બીજી તરફ માંગરોળ એ.કે હોસ્પિટલે છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે એ.કે હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સર્વરોગ નિદાન મેગા કેમ્પમાં જનરલ વિભાગમાં ડો. આદમ કાલવાત, સ્ત્રીરોગ વિભાગમાં ડો, મદીહા કાલવાત, બાળરોગ સર્જન ડો. પ્રશાંત શાહ સહીત રાજકોટ જુનાગઢની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ, ચામડીના રોગ, હાડકા વિભાગ, ફેફસા વિભાગ કાન નાક ગળા, કેન્સર વિભાગ જેવા અલગ-અલગ રોગોના ડોક્ટરોએ સેવા આપી હતી. રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા મોટી સંખ્યામાં દર્દીઓને નિશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ શુગર કાર્ડીયોગ્રામ જેવા રીપોર્ટસ પણ ફ્રી કરી આપવામાં આવ્યા હતા. A.K હોસ્પિટલના ડો. એ.એચ કાલવાતે જણાવ્યુ કે…

હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સંબોધન કરવા જશે સ્વિટ્ઝર્લેન્ડ, ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ

ગાંધીનગર / નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ‘વિકસિત ગુજરાત @2047’ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે. 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. યોજાશે 58 જેટલી હાઈ-લેવલ ‘વન-ટુ-વન’ બેઠકો આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં…

Kheda : નડીયાદ ખાતે ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો દિવ્યાંગ સેવાનો કાર્યક્રમ, મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત

પ્રતિક ભટ્ટ, ખેડા/ નડીયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાનો કાર્યક્રમમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ના સંતો અને ધારાસભ્યોએ દીપ પ્રગટાવીને આ કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ અર્પણ કરાયા સત્સંગ પાર્ટી પ્લોટ (પીજ રોડ, નડિયાદ) ખાતે પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક અધ્યતન કૃત્રિમ હાથ-પગ (Hi-Tech Prosthetic Limbs) અર્પણ કરવામાં આવ્યો. મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહજી ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય અને રાજ્યકક્ષા મંત્રી સંજયસિંહ મહિડા, ખેડા કલેક્ટર સહિતના અનેક રાજકીય મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ લોકોને પણ મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-2024માં પહેલી વાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ સહાય જુથ – સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. તદઅનુસાર, નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે. ટેક્સટાઈલ પોલિસી-2024નો લાભ આ લોકોને પણ મળશે મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય…

Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…