ગુજરાતે દેશના અન્ય રાજ્યોને પછાડ્યા, Startup રેન્કિંગમાં ફરી બન્યું નંબર 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે “સ્ટાર્ટઅપ ઈન્ડિયા”ની પહેલ કરી હતી. પ્રતિભાશાળી કાર્યબળ, ઉદ્યોગસાહસિક, નવીનતાની ભાવના સાથેના ડિજિટલ પરિવર્તને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી છે. સ્ટાર્ટઅપએ તકનીકી પ્રગતિ, રોજગાર સર્જન અને આર્થિક સશક્તિકરણ થકી આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. દેશમાં તા. ૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા ૧.૫૦ લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ૧૨,૭૭૯ જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ૩૩ ગણા વધારા સાથે સ્ટાર્ટઅપ્સની સંખ્યા ૪,૨૦૦થી વધીને ૧,૫૪,૭૧૯ જેટલી થઈ છે. આ ઉપરાંત ભારત કુલ ૧૧૮ યુનિકોર્ન થકી સ્ટાર્ટઅપનું હબ બન્યું છે. વધુમાં સ્ટાર્ટઅપ માટેનું ભંડોળ રૂ. ૪૫૦ બિલિયન ડોલરથી વધુનું થયું છે…