ગુજરાતમાં વાદળો મંડરાયા, હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં પડ્યા છાંટા
B india અમદાવાદ :- ગુજરાતનાં વાતાવરણ સતત પલટો થઈ રહ્યો છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. તેમજ કમોસમી વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠામાં વરસાદી છાંટા પડ્યા છે. -> બનાસકાંઠાનાં ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદ આવ્યો ? :- ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ…







