દેશમાં ફરી વાવાઝોડાની આફત ! ગુજરાત સહિત આ 12 રાજ્યોમાં એલર્ટ

B INDIA અમદાવાદ : ગુજરાતમાં ત્રણ -ચાર દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. તેવામાં ઠંડીનો હજુ એક રાઉન્ડ આવી શકે છે. ક્યાંક વરસાદ તો ક્યાંક બરફવર્ષા થઈ રહી છે ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 30 જાન્યુઆરી સુધી હવામાન આવું રહેવાના એંધાણ છે.તો ગુજરાતમાં અંબાલાલ પટેલે ફરી એકવાર ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે. અને ફરીથી માવઠું થવાની શક્યતા સેવાઇ રહી છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક દઈ રહ્યું છે.…