ગુજરાતની GST આવકમાં નોંધપાત્ર વધારો, ઓક્ટોબરમાં 10,703 કરોડ રૂપિયાથી પાર
ગુજરાત સરકારે ઓક્ટોબર મહિનામાં કર વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. રાજ્યની કુલ કર આવક આ મહિનામાં 10,703 કરોડ રૂપિયાને સ્પર્શી છે, જે રાજ્યના આર્થિક વિકાસ માટે સકારાત્મક સંકેત છે. વેપારી વેરા વિભાગના તાજા આંકડાઓ મુજબ, માત્ર ઓક્ટોબરમાં જ જીએસટી દ્વારા 7,127 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધી રહેલી ગતિવિધિઓ અને સમયસર જીએસટી ભરપાઈ થવાના કારણે આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તે સિવાય, વેટ હેઠળ 2,534 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 1,016 કરોડ, અને વ્યવસાય વેરા હેઠળ 26 કરોડ રૂપિયાની આવક નોંધાઈ છે. વેટ આવકનો મોટો હિસ્સો પેટ્રોલિયમ ઉત્પાદનો અને અન્ય ઈંધણના વેચાણ પરથી પ્રાપ્ત થાય છે, જ્યારે વિદ્યુત શુલ્ક ઉદ્યોગોમાં વીજ વપરાશ વધવાને કારણે વધ્યો છે. સરકારનું માનવું છે કે આવકમાં…







