નવરાત્રી દરમિયાન જ આ કલાકારોના ગરબામાં GSTના દરોડા, આયોજકોમાં ફફડાટ

એક તરફ નવરાત્રી હવે પૂર્ણ થવાના આરે છે. બીજી તરફ નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન પણ જોવા મળ્યું છે. આ દરમિયાન કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે. સુરત અને અમદાવાદ સહિત 10 જગ્યાઑ પર GST વિભાગે દરોડા પાડયા છે. GSTના દરોડાથી આયોજકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના GST વિભાગે અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં દરોડા પાડયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી અને જીગરદાન ગઢવી સાથે પૂર્વા મંત્રીના ગરબામાં દરોડા પડ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રી દરમિયાન ગરબા આયોજકો દ્વારા નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેવામાં આવતા હોવાની વિગતો ને લઈ GST વિભાગે દરોડા પાડયા હોવાની માહિતી મળી રહી છે. GST વિભાગ દ્વારા આયોજકો પાસેથી પાસના વેચાણ, આવક અને…