ટ્રમ્પના10% ટેરિફના નિર્ણયને યુરોપિયન યુનિયને આપ્યો સણસણતો જવાબ; લીધું આ મોટું પગલું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ મેળવવા માંગે છે. દરમિયાન, કેટલાક દેશો ટ્રમ્પના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે. પરિણામે, ટ્રમ્પે આ આઠ યુરોપિયન દેશો પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ કહે છે કે જો ગ્રીનલેન્ડ છોડવામાં નહીં આવે, તો 1 જૂનથી આ ટેરિફ 25 ટકા સુધી વધારી દેવામાં આવશે. ટ્રમ્પના નિર્ણય બાદ, યુરોપિયન યુનિયન (EU) એ એક મોટું પગલું ભર્યું છે. EU એ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે લાંબા સમયથી ચાલતા ટ્રાન્સએટલાન્ટિક વેપાર કરારને સ્થગિત કરી દીધો છે . યુરોપિયન સંસદના વરિષ્ઠ સભ્યોએ આ નિર્ણયની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે નવા ટેરિફ તણાવે તે રાજકીય સંદર્ભને મૂળભૂત રીતે બદલી નાખ્યો છે જેમાં કરારને મંજૂરી આપવામાં આવી હતી. હવે રાહ જોવી પડશે. યુરોપિયન સંસદના સભ્ય…
ટ્રમ્પની ગ્રીનલેન્ડ મુદ્દે ચેતવણી: સમર્થન ન આપનાર દેશો પર વધુ ટેરિફ લાદવાની ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ મેળવવાના મુદ્દે ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી આરોગ્ય સંબંધિત ગોળમેજી બેઠક દરમિયાન ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ગ્રીનલેન્ડને લઈને અમેરિકાની યોજના સમર્થન નહીં આપે, તો તેને ભારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગ્રીનલેન્ડ અત્યંત આવશ્યક છે અને આ મુદ્દે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તેમના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને આક્રોશ બંને જોવા મળી રહ્યા છે. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પનું દબાણ યથાવત જાન્યુઆરીમાં ફરી વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણ હેઠળ લાવવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જોકે, ડેનમાર્ક સહિત અનેક યુરોપિયન દેશોએ…
અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો કડક જવાબ
વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર ગ્રીનલેન્ડ મુદ્દે તણાવ વધતો જોવા મળી રહ્યો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સનએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગ્રીનલેન્ડ ન તો વેચાણ માટે છે અને ન તો અમેરિકા તેનો ભાગ બનવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ગ્રીનલેન્ડની ઓળખ, સ્વતંત્રતા અને આત્મનિર્ણયના અધિકાર પર કોઈપણ પ્રકારની સમજૂતી શક્ય નથી. “અમે ગ્રીનલેન્ડર તરીકે જીવવા માંગીએ છીએ” ગ્રીનલેન્ડના વડાપ્રધાને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંયુક્ત નિવેદન આપતાં કહ્યું, “અમે અમેરિકન બનવા માંગતા નથી, અમે ડેનિશ બનવા માંગતા નથી, અમે ગ્રીનલેન્ડર તરીકે જીવવા માંગીએ છીએ.” તેમણે ઉમેર્યું કે ગ્રીનલેન્ડનું ભવિષ્ય અહીંના લોકો નક્કી કરશે, બહારની કોઈ શક્તિ નહીં. આ નિવેદનને ગ્રીનલેન્ડની રાજકીય એકતા અને આત્મગૌરવનું પ્રતીક ગણાવવામાં…
ટ્રમ્પની નજર ‘બરફના ટાપુ’ ગ્રીનલેન્ડ પર: રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ છે અનિવાર્ય?, જાણો શું છે મહત્વ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની ઇચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો તોફાન સર્જ્યો છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ માત્ર બરફથી ઢંકાયેલો ટાપુ નહીં પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનો વ્યૂહાત્મક કિલ્લો છે. તેમના આ નિવેદન બાદ ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ સરકાર તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે, તેમ છતાં ટ્રમ્પે આ મુદ્દે ખાસ દૂતની નિમણૂક કરીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. અમેરિકા માટે ગ્રીનલેન્ડ કેમ મહત્વનું? ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે યુરોપ અને ઉત્તર અમેરિકા વચ્ચેના સૌથી ટૂંકા માર્ગ પર સ્થિત છે. અહીંથી અમેરિકા રશિયા અને ચીન જેવી વૈશ્વિક શક્તિઓની આર્કટિક વિસ્તારમાં થતી લશ્કરી અને વ્યાવસાયિક ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી શકે છે. ખાસ કરીને આર્કટિક ક્ષેત્રમાં રશિયન પરમાણુ સબમરીન અને ચીની કાર્ગો જહાજોની વધતી…
ગ્રીનલેંડ પર નિયંત્રણ કરવાના ટ્રમ્પના દાવા સામે આવી પ્રતિક્રિયા ‘અમે કોઇના ગુલામ નથી, અમારુ ભવિષ્ય જાતે નક્કી કરીશું’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ગ્રીનલેન્ડનો કબજો મેળવી લેશે. તેમના દાવાને હવે ગ્રીનલેન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો છે.ફેસબુક પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમેરિકા ગ્રીનલેન્ડ હસ્તગત કરશે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું: અમેરિકાને ગ્રીનલેન્ડ મળશે નહીં. અમે કોઈના ગુલામ નથી અને અમારુ ભવિષ્ય જાતે નક્કી કરીશું.” આ પણ વાચો :- ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી જાણો કેમ યુએસએ ગ્રીનલેન્ડને પોતાની સાથે જોડવા માંગે છે? :- ગ્રીનલેન્ડ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ એક મોટો ટાપુ છે. ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ હોવા ઉપરાંત, તે નાટોનો સાથી પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને રાષ્ટ્રીય સુરક્ષા…











