ગ્રીનલેંડ પર નિયંત્રણ કરવાના ટ્રમ્પના દાવા સામે આવી પ્રતિક્રિયા ‘અમે કોઇના ગુલામ નથી, અમારુ ભવિષ્ય જાતે નક્કી કરીશું’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા ગ્રીનલેન્ડનો કબજો મેળવી લેશે. તેમના દાવાને હવે ગ્રીનલેન્ડના વડા પ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલ્સન દ્વારા સખત રીતે નકારી કાઢવામાં આવ્યો છે.ફેસબુક પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમેરિકા ગ્રીનલેન્ડ હસ્તગત કરશે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું: અમેરિકાને ગ્રીનલેન્ડ મળશે નહીં. અમે કોઈના ગુલામ નથી અને અમારુ ભવિષ્ય જાતે નક્કી કરીશું.”

આ પણ વાચો :- ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી

જાણો કેમ યુએસએ ગ્રીનલેન્ડને પોતાની સાથે જોડવા માંગે છે? :- ગ્રીનલેન્ડ એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત કુદરતી સંસાધનોથી સમૃદ્ધ એક મોટો ટાપુ છે. ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ હોવા ઉપરાંત, તે નાટોનો સાથી પણ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે અને તેને અમેરિકાનો ભાગ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

શું અમેરિકા લશ્કરી બળનો ઉપયોગ કરશે? :- એનબીસી ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ગ્રીનલેન્ડને બળજબરીથી કબજે કરવાની શક્યતાને નકારી રહ્યા નથી. જોકે, તેમણે એમ પણ કહ્યું, “મને લાગે છે કે આપણે લશ્કરી બળ વિના પણ આ હાંસલ કરી શકીએ છીએ.” ટ્રમ્પે પોતાના નિવેદનને વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડ્યું, પરંતુ સ્પષ્ટપણે કહ્યું કે, “હું કોઈપણ વિકલ્પને નકારી કાઢતો નથી.ગ્રીનલેન્ડના સ્થાનિક નેતાઓ અને લોકો અમેરિકાના આ દાવાને અપમાનજનક અને અસ્વીકાર્ય માની રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદનોથી ગ્રીનલેન્ડ અને ડેનમાર્કમાં ગુસ્સો વધી ગયો છે.

આ પણ વાચો :- વડાપ્રધાન મોદીનું કામ દેશ અને સંસ્કૃતિના હીતમાં, RSSના કાર્યકારી સભ્ય રાજીવ તુલીનું નિવેદન

રશિયા પર ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન :- જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે તેમના આ પગલાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને શું સંદેશ મળશે, જેમણે યુક્રેનના ઘણા ભાગો પર કબજો કરી લીધો છે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું, “મને કોઈ વાંધો નથી.

“શું આ મુદ્દો એક નવો વૈશ્વિક વિવાદ બનશે? :- ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદન બાદ અમેરિકા અને ડેનમાર્ક વચ્ચેના સંબંધોમાં તણાવ વધી શકે છે. ગ્રીનલેન્ડના વડા પ્રધાનનો સ્પષ્ટ સંદેશ દર્શાવે છે કે તેઓ તેમની સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન કરશે નહીં. હવે જોવાનું એ રહે છે કે અમેરિકા આ ​​મુદ્દે શું વલણ અપનાવે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *