વિરમપુરમાં રાજ્યપાલે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો, પ્રાકૃતિક ખેતીને આપ્યું પ્રોત્સાહન
બનાસકાંઠા જિલ્લાના વિરમપુર ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલએ વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રાજ્યપાલએ શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિધાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો હતો..આ પ્રસંગે રાજ્યપાલએ વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.. રાજ્યપાલએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે વિદ્યામંદિર તથા તાલીમ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સંવેદના ટ્રસ્ટ દ્વારા…
વિરમપુરની GSTES કન્યા શાળામાં રાજ્યપાલનો સાદગીપૂર્ણ રોકાણ અને યોગાભ્યાસ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા સંચાલિત કન્યા સાક્ષરતા નિવાસી શાળા, વિરમપુર ખાતે સંપૂર્ણ સાદગી સાથે શાળાના પરિસરમાં રાત્રી નિવાસ કર્યો હતો. આ અવસરે રાજ્યપાલ ગ્રામ્ય જીવનની સહજતા, આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા તથા સ્થાનિક સમાજની જીવનપદ્ધતિને નજીકથી અનુભવી, શાળાના વાતાવરણને આત્મીયતા અને પ્રેરણાથી પરિપૂર્ણ બનાવ્યું હતું. રાત્રી નિવાસ બાદ વહેલી સવારે રાજ્યપાલએ શાળાની બાલિકાઓ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ વિવિધ યોગાસનો તથા પ્રાણાયામ દ્વારા વિદ્યાર્થીઓને યોગના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ અવસરે રાજ્યપાલએ જણાવ્યું હતું કે,“યોગ માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નિયમિત યોગાભ્યાસથી એકાગ્રતા વધે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે તેમજ જીવનમાં શિસ્ત અને સકારાત્મકતા વિકસે છે.” રાજ્યપાલએ બાલિકાઓને રોજિંદા જીવનમાં યોગને અપનાવી તેને જીવનશૈલીનો…








