9 વર્ષ બાદ Google બંધ કરવા જઇ રહ્યું છે આ ખાસ સુવિધા, લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થશે આ એપ

ગૂગલ 9 વર્ષ પહેલા લોન્ચ કરાયેલી પોતાની ખાસ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. આવતા વર્ષની શરૂઆતથી, આ આવશ્યક એપ્લિકેશન વિશ્વભરના લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થઈ જશે. ગૂગલે 2016 માં આ વૉઇસ નિયંત્રિત સુવિધા શરૂ કરી હતી, જે કંપનીએ ફોન તેમજ કનેક્ટેડ ડિવાઇસ માટે લોન્ચ કરી હતી. હવે કંપની ગૂગલ આસિસ્ટન્ટને સંપૂર્ણપણે બંધ કરવા જઈ રહી છે. આવતા વર્ષની શરૂઆતથી, વોઇસ આસિસ્ટન્ટ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસમાંથી ગાયબ થઈ જશે. જોકે, આ કંપનીનું પહેલું ઉત્પાદન નથી જે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું હોય. ગૂગલે અગાઉ ઘણી લોકપ્રિય પ્રોડક્ટ્સ બંધ કરી દીધી છે. 2016 માં લોન્ચ થયા પછી, ગૂગલ આસિસ્ટન્ટ એપલની સિરી અને એમેઝોન એલેક્સા સાથે સ્પર્ધા કરી રહ્યું છે. આ વૉઇસ-આધારિત કમાન્ડ સુવિધા યુઝર્સને ડિવાઇસ સાથે વોઇસ…