ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

સત્તાનો નહીં, સ્નેહનો સૂરજ: ગાંધીનગર કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય વેળાએ વહીવટી તંત્ર હિબકે ચઢ્યું

સામાન્ય રીતે સરકારી કચેરીઓ એટલે ફાઈલોનો ગડગડાટ અને અધિકારીઓની ગંભીરતા, પરંતુ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા. ગાંધીનગરના કલેક્ટર મેહુલ કે. દવેની વિદાય સમયે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકોની આંખો છલકાઈ ઉઠી હતી. સત્તાની ખુરશીનો રુઆબ ત્યજીને લોકોની વચ્ચે ‘ભઈલુ’ અને ‘સંગાથી’ બનીને રહેનારા આ અધિકારીની વિદાય એક ઐતિહાસિક અને ભાવુક ક્ષણ બની ગઈ હતી. સત્તા અને સંવેદનાનો અનોખો સંગમ મેહુલ કે. દવેએ તેમના કાર્યકાળ દરમિયાન સાબિત કરી દીધું કે જ્યારે સત્તા સંવેદના સાથે ભળે છે, ત્યારે વહીવટ માત્ર પ્રક્રિયા નથી રહેતો પણ એક ‘પરિવાર’ બની જાય છે. આંગણવાડીના ભૂલકાઓ માટે તેઓ ‘કલેક્ટર સાહેબ’ નહીં પણ વાર્તા કહેનારા ‘મોટા ભાઈ’ બનીને જમીન પર બેસી જતા. ખેડૂતોની વચ્ચે પલાઠી વાળીને બેસવું અને તેમની પીડા…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…

ભ્રષ્ટાચાર સૂચકાંક 2025: ભારત 91મા ક્રમે, સ્કોરમાં સુધારો છતાં પડકાર યથાવત

ગ્લોબલ ટ્રાન્સપરન્સી દ્વારા જાહેર કરાયેલા 2025ના ભ્રષ્ટાચાર સૂચકાંક (Corruption Perceptions Index) મુજબ ભારત હવે વિશ્વમાં 91મા ક્રમે પહોંચ્યું છે. 2024ની સરખામણીમાં 2025માં ભારતના સ્કોરમાં સુધારો નોંધાયો છે, છતાં ભ્રષ્ટાચાર સામેની લડતમાં દેશ હજુ પણ પડકારોનો સામનો કરી રહ્યો છે. ભારતનો સ્કોર 39 – સુધારો છતાં ચિંતાજનક સ્થિતિ રિપોર્ટ મુજબ ભારતનો ભ્રષ્ટાચાર સૂચકાંક સ્કોર 39 છે, જે હજી પણ જોખમી માનવામાં આવે છે. 2023માં ભારત 93મા ક્રમે હતું, જ્યારે 2024માં તેમાં એક પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. હવે 2025માં ભારત 91મા સ્થાને પહોંચ્યું છે, એટલે છેલ્લા ત્રણ વર્ષમાં ક્રમમાં સુધારો થયો છે. જોકે, આ સુધારો કેવી રીતે અને કયા પરિબળોના કારણે થયો તેની વિગત રિપોર્ટમાં આપવામાં આવી નથી. વિશ્વમાં ડેનમાર્ક સૌથી ઓછું ભ્રષ્ટ, દક્ષિણ સુદાન સૌથી ભ્રષ્ટ ગ્લોબલ…

GDP આંકડાઓ પર PM મોદીનો સ્પષ્ટ સંદેશ, કહ્યું ‘દુનિયા મંદી વિશે કરે છે વાત, પરંતુ….’

વૈશ્વિક આર્થિક મંદી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં જણાવ્યું. PM મોદીએ કહ્યું કે દુનિયા જ્યાં વૃદ્ધિ ઘટાડાની ચિંતામાં છે, ત્યાં ભારત 8% થી વધુ GDP વૃદ્ધિ દર સાથે સ્થિરતા અને વિશ્વાસના મજબૂત સ્તંભ તરીકે ઉજાગર થયું છે. લાંબા ગાળાના રિફોર્મ પર ભાર PM મોદી મુજબ આજે ભારતની નીતિઓ પ્રતિક્રિયાશીલ નહીં પરંતુ લાંબા ગાળાના વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. તેમણે આગામી પેઢીના GST, ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર, નાના ઉદ્યોગોની વ્યાખ્યામાં સુધારણા અને ઘણા ઉત્પાદનોને ફરજિયાત ગુણવત્તા નિયંત્રણમાંથી મુક્તિ જેવા પગલાંને દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. ‘ગુલામી માનસિકતા’માંથી મુક્ત થવાની અપીલ વડા પ્રધાને પોતાના ભાષણમાં કહ્યું કે બ્રિટિશ…

વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસ કરીને વલસાડ માટે પ્રસ્થાન કર્યું. વંદે ભારત દ્વારા સામૂહિક મુસાફરી – સંદેશામાં સાદગી અને સંકલ્પ ચિંતન શિબિરમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ એકસાથે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી પહોંચ્યા. આ પગલાથી સરકારનો એક સ્પષ્ટ સંદેશ આપવાનો હેતુ હતો. પરંપરાગત પ્રોટોકોલથી વધી ‘સાદગી, સમય અને સંસાધનોના યોગ્ય ઉપયોગ’ તરફ વળવું. ચિંતન શિબિર: વર્ષ 2003થી શરૂ થયેલી પરંપરાનો 12મો સંસ્કરણ વર્ષ 2003માં…

‘બુલડોઝરથી નહીં, કાયદાથી ચાલે છે ભારત…’ — ચીફ જસ્ટિસ બીઆર ગવઈનું મહત્વપૂર્ણ નિવેદન

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈએ મોરેશિયસની સત્તાવાર મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે “ભારતીય ન્યાયિક પ્રણાલી બુલડોઝરના શાસનથી નહીં, પરંતુ કાયદાના શાસનથી સંચાલિત થાય છે.” તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદાઓ એ સાબિત કરે છે કે દેશના ન્યાયતંત્રમાં કાયદાની ઊંચી સ્થિતિ અને બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અખંડિત છે. CJI ગવઈ મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ, વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ અને મુખ્ય ન્યાયાધીશ રેહાના મુંગલી ગુલબુલની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે “બુલડોઝર ન્યાય” એક ખતરનાક અભિગમ છે, જે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરે છે અને બંધારણના કલમ 21 હેઠળ મળતા આશ્રયના હક્કનું ઉલ્લંઘન કરે છે. કાયદાનું શાસન – ન્યાયનો આધાર તેમણે ઉલ્લેખ કર્યો કે “રાજકીય ક્ષેત્રમાં કાયદાનું શાસન સુશાસન અને સામાજિક પ્રગતિના ધોરણ તરીકે…