સૌરાષ્ટ્ર: અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ; ગરબાના કાર્યક્રમો રોકાયા

નવરાત્રિના પાવન તહેવારની ધૂમધામ વચ્ચે સૌરાષ્ટ્રમાં આજુબાજુ વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં આજે સાંજે ધોધમાર વરસાદ પડતા ગરબા આયોજકોએ અને ખેલૈયાઓને ભારે નિરાશાનું સામનો કરવો પડ્યો છે. વરસાદથી ગરબા કાર્યક્રમો રોકાયા, ખેલૈયાઓ નિરાશ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર સુધી આ અવસ્થા જ જારી રહી, જે બાદ સાંજના સમયે ગીર સોમનાથ અને રાજકોટમાં ભારે વરસાદ વરસવા લાગ્યો. નવરાત્રિના ઉત્સાહ સાથે તૈયાર થયેલા ગરબા કાર્યક્રમો પર આ વરસાદનો ત્રાસ અસરકારક રહ્યો. અનેક સ્થળોએ ગરબાના કાર્યક્રમો રોકવાના નોટિસ આપવામાં આવ્યા, તો કઇંક સ્થળોએ તેમને સંપૂર્ણ રીતે રદ કરવાની ફરજ પડી. ખેલૈયાઓ પણ રાત્રી દરમિયાન રમવા માટે પહોંચ્યા હતા, પરંતુ અચાનક પડતો વરસાદ જોઈને ઘણાએ પરત વળવાનું…

GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી

ગીર સોમનાથ જિલ્લામાં મત્સ્યબંદરોનો વિકાર થશે. વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદર વિશે વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વેરાવળ ખાતે મત્સ્યબંદર વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં ગીર સોમનાથ જિલ્લામાં કુલ ચાર જેટલા મોટા મત્સ્યબંદરોનો વિકાસ થશે.આ અંગે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાગરખેડૂ સંમેલન-૨૦૧૨ દરમિયાન રાજયમાં નવાં મત્સ્યબંદરો વિકસાવવા માટે જાહેરાત કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર નવા બંદરોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. આ પણ વાંચો :- Narmada : આવતીકાલથી નર્મદા પરિક્રમાની શરુઆત, તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઈ મંત્રીએ વિગતવાર માહિતી આપતા કહ્યું કે, વેરાવળ ખાતે આવેલા મત્સ્યબંદરમાં જરૂરી આધુનિક વ્યવસ્થાઓ જેવી કે લેન્ડિંગ-બર્થિંગ ફેસેલિટી, ઓક્શન હોલ, બ્રેકવોટર તથા મત્સ્ય પકડાશનાં જથ્થાને આરોગ્યપ્રદ સ્થિતિમાં…

ગીર સોમનાથ: સંકલિત બાળ વિકાસ સેવા યોજના, પોષણ મહોત્સવ 2025

–>જિલ્લા ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) શાખા દ્વારા કોડીનાર કમ્પોનન્ટ-2 વેલણ ગામ ખાતે પોષણ મહોત્સવ 2025 અને શ્રી અન્ન પોષણ વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું:–     ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર કમ્પોનન્ટ-૨ વેલણ સેજા ખાતે ૧૧-૦૧-૨૦૨૫ ના રોજ કોળી સમાજના ચોરા ખાતે પોષણ મહોત્સવ ૨૦૨૫, ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ના) ની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICDS મુખ્ય સેવીકાશ્રી, વેલણ આરોગ્ય કાર્યકર, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના શિક્ષક, કોળી સમાજ પટેલ, નેતા, સ્વદીપ સંસ્થા (GHCL) કર્મચારી, દૂધ ગિલ્ડ પ્રમુખ અને આંગણવાડી કાર્યકર બહેનો, સહાયક બહેનો વગેરે હાજર રહ્યા હતા. રસોઈ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા વિજેતાઓને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવ્યા હતા.  …