જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન

જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…

Junagadh: ભારતી આશ્રમના લઘુમહંત સ્યુસાઈડ નોટ લખી થયા ગુમ, પોલીસે શરૂ કરી તપાસ

એક તરફ જુનાગઢમાં લીલીપરિક્રમાં મોકૂફ રાખવાને લઈ ચર્ચામાં છે. આ દરમિયાન બીજી તરફ હવે ભવનાથના ભારતી આશ્રમના લઘુમહંત ગુમ થતાં ચકચાર મચ્યો છે. લઘુમહંત મહાદેવ ભારતી બાપુ ત્રણથી વધુ પાનાની એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે. લઘુમહંત ગુમ થવાની ઘટનાને લઈ ભવનાથ પોલીસ તેમજ જુનાગઢ પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી અને મહાદેવભારતી બાપુની શોધખોળ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાદેવ ભારતી બાપુ આજે વહેલી સવારે આશ્રમમાંથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પોલીસે શરૂ કરી તપાસ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી બાપુના નિવાસ્થાનેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં કોઈ અંગત મનદુઃખ હોવાનું કારણ જણાવવામાં આવ્યું છે. જોકે સ્યુસાઈડ નોટમાં કોઈના નામનો ઉલ્લેખ…

જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન…

જૂનાગઢ: ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ, આ કારણે લેવાયો નિર્ણય

રાજ્યમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે જુનાગઢમાં આજે સવારથી જ પવનનું ભારે જોર જોવા મળ્યું છે. જુનાગઢમાં ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. લોકોની સલામતીને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢમાં ભારે પવનને કારણે ગિરનાર રોપવે બંધ દેવામાં આવ્યો છે. ઉષા બ્રેકો કંપનીએ ગિરનાર રોપ-વે હાઇ સ્પીડમાં ચાલે તેવી વ્યવસ્થા કરી છે. રોપ વે ટ્રોલી ઝડપી પવનમાં જોખમમાં હોઈ શકે છે જેને લઈ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે રોપ-વે બંધ કરી દેવામાં આવી છે. આજે ગિરનાર રોપ-વે બંધ રહેતા પર્યટકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. લોકોની સલામતીને જોઈ લેવાયો નિર્ણય ખરાબ વાતાવરણ ના કારણે રોપવે ટ્રોલી ચલાવવી મુશ્કેલ બની રહે છે. તેવામાં અચાનક ક્યારેક જો…