ઈઝરાઇલના પ્રધાનમંત્રીએ PM મોદીને ફોન કર્યો, ગાઝા માટે શાંતિ પ્રસ્તાવ અને રાજદ્વારીક સહકાર પર કરી ચર્ચા

પશ્ચિમ એશિયામાં વધતા તાણ અને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત અને ઇઝરાઇલના નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. ઇઝરાઇલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મોડી રાતે ફોન કરી, જેમાં દ્વિપક્ષીય સહકાર, પ્રાદેશિક સુરક્ષા અને તાજેતરના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી. વાતચીતમાં પીએમ મોદીએ ટ્રમ્પના 20-પોઈન્ટ શાંતિ પ્રસ્તાવ માટે ભારતનું સંપૂર્ણ સમર્થન પુનઃઅભિવ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ, માનવીય રાહત અને શાંતિપૂર્ણ પુનર્નિર્માણ માટે આ યોજનાનું ઝડપી અમલ જરૂરી છે. ભારત હંમેશાં સંવાદ અને રાજદ્વારીક ઉકેલને પ્રાધાન્ય આપતું આવ્યું છે. બેન્જામિન નેતન્યાહૂએ પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિ પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ભારત સાથે વ્યૂહાત્મક સહકાર ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી. બંને નેતાઓએ ઉગ્રવાદ અને અસ્થીરતા અંગે ચિંતા વ્યક્ત કરી…

ટ્રમ્પની ઇઝરાયલને કડક ચેતવણી, કહ્યું-“West Bankનું જોડાણ કર્યું તો ગુમાવશો આખો અમેરિકી સપોર્ટ!”

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઇઝરાયલને તીખી ચેતવણી આપી છે કે જો તે કબજે કરેલા પશ્ચિમ કાંઠા (West Bank)નું જોડાણ કરવાનો પ્રયાસ કરશે, તો તે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી મળતો આખો ટેકો ગુમાવી દેશે. આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ઇઝરાયલની સંસદ નેસેટ (Knesset)માં આ જોડાણના સમર્થનમાં એક પ્રારંભિક મતદાન પસાર થયું છે. જેનાથી વ્હાઇટ હાઉસમાં તણાવ ઊભો થયો છે. ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ ટ્રમ્પે વોશિંગ્ટનમાં આપેલા નિવેદનમાં કહ્યું,“મેં આરબ દેશોને વચન આપ્યું છે કે પશ્ચિમ કાંઠાનું જોડાણ નહીં થાય. જો ઇઝરાયલ આ દિશામાં આગળ વધશે, તો તે અમેરિકાના તમામ પ્રકારના સપોર્ટથી વંચિત થશે.” તેમણે ઉમેર્યું કે આરબ દેશો સાથેના નવા સંબંધો અને શાંતિ પ્રયોગો જોખમમાં મુકાઈ શકે છે જો ઇઝરાયલ આ પગલું લે છે. વ્હાઇટ હાઉસ…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોની પ્રગતિનું પણ મૂલ્યાંકન કર્યું અને આગામી અઠવાડિયામાં વધુ સંપર્કમાં રહેવાની સંમતિ આપી. આ શાંતિ કરાર ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુએસના મધ્યસ્થત્વ હેઠળ કરવામાં આવેલ 20-પોઇન્ટ ગાઝા શાંતિ યોજનાના પ્રથમ તબક્કા પર થયેલ સંમતિને સમર્પિત છે. આ સંમતિ પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જેમાં તેમણે આ ઐતિહાસિક ક્ષણની વધાઈ કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જાહેરાત કરી કે ઇઝરાયલ અને હમાસ બંનેએ ગાઝામાં લડાઈ રોકવા અને બંધકો અને કેદીઓને મુક્ત કરવા માટે આ કરાર…