સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1 કિલો) ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કસ્ટમની સફળ તપાસ કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાએ ડ્રગ્સને ખૂબ જ છુપાવીને લાવ્યું હતું, પરંતુ એક્સ-રે સ્કેન અને શંકાસ્પદ હિલચાલ પરથી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ઝડપાયેલા માલનો આકાર અને જથ્થો દર્શાવે છે કે આ હેરાફેરી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચાલતી હતી. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કસ્ટમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે મહિલા આ જથ્થો…







