પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના આરોપો પર નીતિન ગડકરીની ખુલ્લાસો, કહ્યું- “હું પેઇડ ન્યૂઝનો ભોગ બન્યો છું”

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ છેલ્લાં કેટલાક દિવસોથી તેમના વિરુદ્ધ ચાલતી ટીકા અને આરોપો સામે પોતાનું મૌન તોડ્યું છે. ઈથેનોલ ભેળવણી નીતિએ કેટલાક નફાકારક સમૂહોને નારાજ કર્યા હોવાના દાવા સાથે ગડકરીએ જણાવ્યું કે તેમના વિરુદ્ધ “પેઇડ ન્યૂઝ કેમ્પેઈન” ચલાવવામાં આવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો? હાલના સમયમાં ભારત સરકારે પેટ્રોલમાં 20% ઇથેનોલ (E20) ભેળવવાની યોજના શરૂ કરી છે. આ પગલું ઇંધણ આયાત ઘટાડવા, પ્રદૂષણ ઘટાડવા અને ખેડૂતને ઉર્જા ઉત્પાદક બનાવવાનો પ્રયાસ છે. પરંતુ કેટલાક અહેવાલો અને રાજકીય પક્ષોએ આ પગલાં પાછળ “ગડકરીના પરિવારના નફાકારક હિતો” હોવાનો આરોપ લગાવ્યો છે. ગડકરીનો સ્પષ્ટ જવાબ “લોકો ફળ આપતા ઝાડ પર પથ્થર ફેંકે છે. હું આવા તૂંછી આરોપોને અવગણું છું. મારી નીતિઓ આયાત લોબીની દશકોથી ચાલી…