દિલ્હી : લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ રાષ્ટ્રીય સુરક્ષા કડક, RSS મુખ્યાલય અને હિન્દુ એકતા યાત્રા પર સુરક્ષા વધારાઈ
દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ, દેશની રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. વિસ્ફોટ પછી દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ RSS મુખ્યાલય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, વિવિધ કેન્દ્રીય દળોના મુખ્યાલય અને દિલ્હી વિસ્તારમાં આવેલા સંરક્ષણ મથકો પર સુરક્ષા વધારી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નેતૃત્વમાં યોજાનારી હિન્દુ એકતા યાત્રા માટે પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. હરિયાણા પોલીસ અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ યાત્રા પર નજર રાખી રહી છે. આ યાત્રા 7 ઓક્ટોબરના રોજ છતરપુરથી શરૂ થઈ હતી અને આ અઠવાડિયે વૃંદાવન પહોંચીને સમાપ્ત થવાની છે. વિસ્ફોટ…
દિલ્હી લાલ કિલ્લા ધમાકો: HR 26 નંબર પ્લેટવાળી i20 કારમાં થયો, જાણો વિગત
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1 પાસે સોમવારે સાંજે ભીષણ વિસ્ફોટ થયો. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 થયો છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ હરિયાણા નંબર પ્લેટ (HR 26, ગુરુગ્રામ નોર્થ) વાળી i20 કારમાં થયો હતો. કાર અને માલિકની વિગતો: – વિસ્ફોટ સમયે કાર નદીમ ખાનના નામે રજિસ્ટર્ડ હતી. – કારમાં ત્રણ લોકો હાજર હતા. – વિસ્ફોટ બાદ કારમાં આગ લાગી, આસપાસના વાહનોને પણ નુકસાન થયું. સુરક્ષા એજન્સીઓની કાર્યવાહી: – ઘટના મળતા જ દિલ્હી ફાયર સર્વિસે 7 ફાયર ટેન્ડર મોકલ્યા. – પોલીસ અને ફોરેન્સિક ટીમોએ સ્થળને સીલ કરી ઘેરાબંધી કરી. – કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સતીશ ગોલચા સાથે પરિસ્થિતિની જાણકારી લીધી. – NSG, NIA અને FSL ટીમો સ્થળ…
જૂનાગઢ જિલ્લા જેલમાં DG સ્ક્વોડના ચેકિંગથી ખળભળાટ, હાઈ સિક્યુરિટી સેલ પાસે સીમ કાર્ડ સાથે મોબાઇલ ઝડપાયા
જૂનાગઢ જિલ્લા જેલની સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. શનિવારે અમદાવાદની ડીજી સ્ક્વોડ દ્વારા અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સીમ કાર્ડ સાથે બે મોબાઇલ ફોન ઝડપાયા. અમદાવાદ ડીજી સ્ક્વોડના દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા સહિતના અધિકારીઓએ જેલમાં બપોરે ૨:૨૦ થી સાંજના 4:30 સુધી ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ મોબાઇલ કબજે થયા. જેલની પાછળની હાઈ સિક્યુરિટી વિભાગની ખોલી પાસે કચરામાં મળેલા ફોન નોકિયા બ્રાન્ડના હતા, જેઓની અંદાજિત કિંમત રૂ. 6000 છે. મોબાઇલથી મળેલી સીમ કાર્ડ્સ સાથે, બંને ફોનનું કબજો લઈને વધુ તપાસ માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) મોકલવામાં આવ્યા છે, જેથી કેટલીક વધુ વિગતો સામે આવી શકે. જેલમાં હાઈપ્રોફાઈલ કેદીઓ રહેઠાણ હોવાથી આ ઘડતર ગંભીર સમજોાતો ગણાય છે. આ ચેકિંગ થોડા દિવસો અગાઉ થયેલા આરોપના સંદર્ભમાં…









