નાસિક એર શો : એન્ટ્રી ફી અંગે ફેલાયેલી અફવાઓ પર IAFની સ્પષ્ટતા, કહ્યું – ‘પ્રવેશ સંપૂર્ણપણે મફત’

મહારાષ્ટ્રના નાસિક શહેરમાં ભારતીય વાયુસેનાની તરફથી ભવ્ય અને રોમાંચક એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગંગાપુર ડેમના ઉપર આકાશમાં સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા કરવામાં આવેલા હવામાંના અદભૂત કરતબોએ હજારો દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. નાસિકમાં પ્રથમ વખત આટલા મોટા પાયે એર-શોનું આયોજન થતાં શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આકાશમાં શૌર્ય અને કુશળતાનું પ્રદર્શન એર-શો દરમિયાન વાયુસેનાના વિમાનો દ્વારા કરવામાં આવેલા એરોબેટિક સ્ટન્ટ્સ, યુદ્ધાભ્યાસના દૃશ્યો અને શૌર્ય પ્રદર્શનોએ લોકોને દેશની સુરક્ષા શક્તિનો જીવંત અનુભવ કરાવ્યો. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકો પોતાના પરિવાર સાથે એર-શો જોવા પહોંચ્યા હતા અને દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. એન્ટ્રી ફી અંગે અફવાઓથી સર્જાયો વિવાદ એર-શો બાદ સ્થાનિક સ્તરે એવી…