કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ

કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ હત્યા તેની પત્ની દ્વારા કરવામાં આવી હશે, જોકે આ કેસની તપાસ હજુ ચાલુ છે. આ ઘટના બેંગલુરુના HSR લેઆઉટ વિસ્તારમાં બની હતી, જ્યાં તેમનો મૃતદેહ લોહીથી લથપથ મળી આવ્યો હતો. પત્નીએ પોલીસને જાણ કરી, પણ તેમણે દરવાજો ખોલ્યો નહીં ઘટના સમયે ઓમપ્રકાશની પત્ની પલ્લવી અને પુત્રી ઘરમાં હાજર હતા. પત્નીએ જ પોલીસને જાણ કરી હતી, પરંતુ જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પોલીસે મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઓમ પ્રકાશના શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા છે, જે પુષ્ટિ કરે છે કે તેના પર તીક્ષ્ણ…