સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર, 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદથી આ દરમિયાન સૌથી વધુ અસર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં જોવા મળી હતી, જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદથી અંબિકામાં સ્થિતિ ગંભીર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું હતું. થોડા કલાકોમાં જ 18…

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: 20થી વધુ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયા બાદ હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદનું જોર ફરી વધવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. 27 જુલાઈએ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 જુલાઈએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ…

ગુજરાતમાં વરસાદનો કહેર: ડીસાથી ધોળકા સુધી જળબંબાકાર સ્થિતિ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બનાસકાંઠાના ડીસા, આણંદ જિલ્લાના બોરસદ, અમદાવાદ શહેર તેમજ ધોળકા તાલુકાના વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ સ્થાનિક તંત્ર, પોલીસ અને રાહત ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ડીસામાં રસ્તાઓ બન્યા નદી, ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી બનાસકાંઠાના ડીસા શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ટ્રીઝમેન્ટ પ્લાન્ટથી જલારામ મંદિર સર્કલ સુધીના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક…

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,201 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF, SDRF અને આર્મીની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.   ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ, રેલવે અને જાહેર પરિવહન સેવાઓ પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી…

અમદાવાદ જિલ્લામાં પાણીમાં ફસાયેલા 300થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર

અમદાવાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અને કેટલાક સ્થળોએ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસક્રોઈ અને ધોળકા સહિતના તાલુકાઓમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક પ્રાંત કચેરી, તાલુકા વહીવટીતંત્ર અને અન્ય વિભાગોની ટીમો દ્વારા અસરગ્રસ્ત લોકો માટે રહેઠાણ, ભોજન અને પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ સાણંદના વાસણામાં 110 લોકોનું સ્થળાંતર સાણંદ તાલુકાના વાસણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે…

રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં વંદે ભારત, શતાબ્દી સહિત ટ્રેનો રદ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ફરી વળ્યું. પરિણામે વંદે ભારત, શતાબ્દી સહિત 15થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. મુસાફરી પહેલાં તમારી ટ્રેનનું સ્ટેટસ જરૂર તપાસો.   દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદની સીધી અસર હવે રેલવે સેવાઓ પર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે આવેલા પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી જતાં મુસાફરોની…

મોબાઇલમાં અચાનક ગુંજ્યો ‘Extremely Severe Alert’, 11 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ગુરુવારે બપોરે સુરત સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં લાખો લોકોના મોબાઇલ ફોન પર અચાનક ‘Extremely Severe Alert’ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. સામાન્ય એસએમએસથી સંપૂર્ણપણે અલગ આ ઇમરજન્સી એલર્ટ સાથે મોબાઇલમાં જોરદાર ચેતવણીની ટોન પણ વાગી હતી, જેના કારણે ઘણા લોકો ક્ષણભર માટે કોઈ મોટી કુદરતી આપત્તિ સર્જાઈ હોવાની આશંકાથી ચોંકી ઉઠ્યા હતા. આ એલર્ટ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ મારફતે મોકલવામાં આવ્યો હતો. એલર્ટમાં આગામી 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી હતી. આ સંદેશ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર તેના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી…

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદનું એલર્ટ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં વરસાદ માહોલ યથાવત, હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ રેડ એલર્ટ અને અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્થાનિક તંત્રને પણ સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. 23 જુલાઈએ અનેક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જુલાઈએ મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત…

જમ્મુ-કાશ્મીરમાં આકાશી આફત: 24 લોકોના મોત, અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ અને ખરાબ હવામાને ભારે તબાહી મચાવી છે. રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, મકાનો ધરાશાયી થવા અને પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા બે દિવસમાં હવામાન સંબંધિત દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સૌથી વધુ અસર જમ્મુ-કાશ્મીરના પૂંછ અને રાજૌરી જિલ્લામાં જોવા મળી છે. ભારે વરસાદના કારણે પહાડ પરથી કાદવ અને મલબો ધસી પડતાં અનેક ઘરોને નુકસાન થયું છે. પૂંછ જિલ્લાના સુરનકોટ વિસ્તારના લોરન ગામમાં એક કાચા મકાન પર પહાડ પરથી ભારે મલબો પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં…

હિમાચલ પ્રદેશ: બે જગ્યાએ વાદળ ફાટ્યા, 18 મકાનો દટાયા, 150 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી છે. કાંગડા અને કિન્નૌર જિલ્લામાં વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું છે. અનેક મકાનો, રસ્તાઓ અને સરકારી યોજનાઓને નુકસાન પહોંચ્યું છે, જ્યારે રાજ્યમાં 150 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના શાહપુર સબડિવિઝનની બોહ ખીણમાં મંગળવારે સવારે વાદળ ફાટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. વાદળ ફાટ્યા બાદ આવેલા અચાનક પૂરમાં રુલેહાડ, બાંગર, ગઢગુન અને સ્પડા ગામોમાં ભારે નુકસાન થયું છે. વરસાદ અને કાટમાળના કારણે 18 ઘરો જમીનમાં દટાઈ ગયા છે. આ ઉપરાંત નવ ગૌશાળાઓ અને એક પ્રાથમિક શાળા પણ કાટમાળમાં દબાઈ ગઈ છે. હિમાચલ…