સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત આ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ દરમિયાન કેટલાક લોકોએ કાર પર પણ પથ્થરમારો કરીને કાચ તોડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતાજનક પરિસ્થિતિ જોવા મળી રહી છે. જાણકારોના જણાવ્યા મુજબ, થાન વિસ્તારમાં આ ત્રીજી ફાયરિંગની ઘટના છે જે થોડા જ દિવસોમાં બની છે. આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી અંગે સવાલો ઊભા કર્યા છે. નગણ્ય…

કેનેડામાં ત્રણ જગ્યાએ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી ઘટનાની જવાબદારી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી દર્શાવી છે. રવિવારે મોડી રાત્રે કેનેડામાં ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા ગોળીબારની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લીધી હતી. ગેંગની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ખંડણી “ગેરકાયદેસર વ્યવસાય” માં સામેલ લોકો પાસેથી લેવામાં આવે છે, સખત મહેનત કરનારાઓ પાસેથી નહીં. બિશ્નોઈ ગેંગ વતી, પોર્ટુગીઝ નિવાસી ફતેહ પોર્ટુગલએ આ ઘટનાઓની જવાબદારી સ્વીકારી. તેણે સોશિયલ મીડિયા પર ગોળીબારનો એક વીડિયો પણ શેર કર્યો, જેમાં એક શૂટર અત્યાધુનિક હથિયારનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેનેડિયન પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે અને તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસ…

પ.બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદે BSFના જવાનો પર બાંગ્લાદેશી ઘુસણખોરોનો હુમલો

પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે સવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં એક જવાન ઘાયલ થયો. ઘુસણખોરો મોટી સંખ્યામાં લાકડીઓ લઈને આવ્યા હતા અને તેમની પાસે વાયર કટર પણ હતા. જ્યારે BSF જવાનોએ તેમને પડકાર ફેંક્યો, ત્યારે તેમણે અટકવાને બદલે તીક્ષ્ણ હથિયારોથી આક્રમક હુમલો કર્યો. આ ઘટના બુધવારે (૫ ફેબ્રુઆરી) સવારે બની હતી. દક્ષિણ દિનાજપુર નજીક મલિકપુર ગામમાં બાંગ્લાદેશી બદમાશોના એક જૂથે ગેરકાયદેસર રીતે દાણચોરી અથવા લૂંટનો પ્રયાસ કર્યો. BSF જવાનોએ તેમને ભારતીય સરહદમાં પ્રવેશતા જોયા અને તેમને અટકી જવા કહ્યું, પરંતુ અટકવાને બદલે, ઘુસણખોરોએ BSF જવાનો પર હુમલો કર્યો. સૈનિકોએ ગોળીબાર કર્યો, પણ બાંગ્લાદેશીઓ અટક્યા નહીંતેમને રોકવા માટે BSF સૈનિકોએ બિન-ઘાતક દારૂગોળોથી ગોળીબાર કર્યો,…

અમેરિકામાં નાઇટ ક્લબમાં હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરી 9 લોકોને ગોળી મારી દીધી

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં હૃદયદ્રાવક ઘટના બાદ વધુ એક હુમલો થયો છે. આ વખતે એક હુમલાખોરે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં 11 લોકોને ગોળી મારી દીધી છે. ક્વીન્સના એમેઝુરા નાઈટક્લબની આ ઘટના છે… 1 જાન્યુઆરીએ રાત્રે લગભગ 11:45 વાગ્યે અમઝુરા ઈવેન્ટ હોલ પાસે ફાયરિંગ થયું હતું.ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટના બાદ, NYPD યુનિટ ઈવેન્ટ હોલ પાસે એકત્ર થઈ ગયું છે અને ઘટના સ્થળની તપાસ કરી રહ્યું છે. સિટીઝન એપના અહેવાલ મુજબ ફાયરિંગમાં સામેલ બે શકમંદ હજુ પણ ફરાર છે. -> ફાયરિંગ બાદ હંગામો મચી ગયો હતો :- અમેજુરા ઇવેન્ટ હોલ જમૈકા લોંગ આઇલેન્ડ રેલ રોડ સ્ટેશનથી થોડાક અંતરે સ્થિત છે. જ્યાં રાત્રે લગભગ 11.45 વાગે ગોળીબારનો…